Site icon Revoi.in

LPGના ભાવમાં રાહત,દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા સસ્તું થયું

Social Share

દિલ્હી:તહેવારોની સિઝનમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે.જોકે, આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ આપવામાં આવી છે.ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી 25.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તો થયો છે.તે જ સમયે, કોલકાતામાં 36.5 રૂપિયા, મુંબઈમાં 32.5 રૂપિયા અને ચેન્નાઈમાં 35.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજીના ભાવની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે.સમીક્ષા બાદ હોટલ, રેસ્ટોરન્ટની કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે. નવા દરો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે.

બદલાવ બાદ, ઇન્ડેનનું 19 કિલોનું સિલિન્ડર દિલ્હીમાં 1859.5 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે અગાઉ 1885માં ઉપલબ્ધ હતું. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર 1959 રૂપિયા થઈ ગયું છે, જે પહેલા 1995.5 રૂપિયામાં મળતું હતું.મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1844 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી ઘટીને 1811.5 રૂપિયા થઈ ગઈ છે.ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 2045 રૂપિયાથી ઘટીને 2009.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

અગાઉ સપ્ટેમ્બરમાં પણ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો,ત્યારે પણ કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.ઓક્ટોબરમાં કરાયેલા ઘટાડાથી છેલ્લા સતત 5 મહિનાથી કોમર્શિયલ ગેસના ભાવમાં રાહત છે.