Site icon Revoi.in

દેશમાં લમ્પી વાયરસનો કહેર – અત્યાર સુધી 17 હજાર ગાયોના મોત, લાખો લીટર દૂધનું ઉત્પાદન ઘટ્યું

Social Share

દિલ્હીઃ- દેશના ઘમા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી ગાયોમાં લપ્મી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ગાયો બીમાર પડીને મોતને ભેંટી રહી છે અત્યાર સુધી હજારો ગાયોના મોત તયા છે.ગાયોના રોગના કારણે દૂધના ઉત્પાદન પર પણ સીધી અસર વર્તાઈ રહી છે.

જો  છેલ્લા એક મહિનાની વાત કરવામાં  આવે તો દેશભરમાં 17 હજારથી વધુ પાળેલા પ્રાણીઓ, જેમાં મોટાભાગની ગાયો છે જે લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ જીવલેણ વાયરસ ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સહિત દેશના 8 રાજ્યોમાં પશુઓને મારી રહ્યો છે. લમ્પી વાઇરસને કારણે એકલા ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં પ્રતિદિન આશરે એક લાખ લિટરનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે લમ્પી વાયરસ એ ભેંસ જેવા પશુઓમાં કેપ્રીપોક્સ નામના વાયરસથી થતો રોગ છે. તે એક પ્રાણીથી બીજા પ્રાણીમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.  નિષ્ણાતો લમ્પીને વિશ્વભરના પશુઓ માટે એક મોટો ખતરો માની રહ્યા છે. તેનાથી ગાયો વધુ બીમાર પડી રહી છે. જો કે, ભેંસ, ઘોડા, ઊંટ, જિરાફ અને હરણ પણ બીમાર પડી શકે છે. ભેંસ કરતાં ગાયો આ વાયરસથી વધુ મૃત્યુ પામે છે કારણ કે ભેંસોની કુદરતી રોગપ્રતિકારક શક્તિ ગાય કરતાં વધુ હોય છે.