Site icon Revoi.in

લમ્પી વાયરસ હવે જમ્મુ કાશ્મીર સરહદ સુધી પહોંચ્યો – અન્ય રાજ્યમાંથી પશુ લાવવા પર 15 દિવસ માટે પ્રતિબંધ

Social Share

શ્રીનગરઃ- ગુજરાત રાજ્યમાં ગાયોમાં જોવા મળતો લમ્પી વાયરસ રાજસ્થાન  અને પંજાબ બાદ હવે દેશની સરહદ સુધી પહોંચ્યો છે જમ્મુ કાશ્મીરમાં  લમ્પી વાયરસથી ભય સર્જાયો છે ત્યારે જમ્મુ કાશ્મીર પ્રસાસન તંત્ર એ અન્ય રાજ્યોમાંથી અહીં પશુ લાવવા પર 15 દિવસ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ જિલ્લામાં, આરએસ પુરા, અરનિયા, જ્યોદિયન, અખનૂર અને કઠુઆ અને સાંબા જિલ્લામાં આ શંકાસ્પદ રોગથી પીડિત પ્રાણીઓની સંખ્યા વધી રહી છે.જમ્મુ જિલ્લામાં જ 1 હજાર 500 શંકાસ્પદ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 90 જેટલા પશુઓ મૃત્યુ પામ્યાના પણ અહેવાલ મળી રહ્યા છે.

પશુંઓને દવા આપ્યા બાદ 600 કેસમાં પશુઓની હાલ સુધરી પણ છે છે. તે જ સમયે, કઠુઆમાં 18 કેસ સામે આવી રહ્યા છે. વિભાગે જમ્મુ જિલ્લામાંથી 150 કેસના નમૂના જલંધરની લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. તપાસ બાદ જ રાજ્યમાં રોગની પુષ્ટિ થશે.જો આ પૃષ્ટી થાય છે તો જમ્મુ કાશ્મીરમાં પણ લમ્પી વાયરસનો કહેર વર્તાઈ શકે છે.

પ્રદેશમાં હાલ સરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ટીય વિભાગની ટીમ  મોકલી છે. હવે જ્યાં નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યાં ટીમો આસપાસના વિસ્તારોમાં પ્રાણીઓને રસીકરણ અને દવાઓ આપી રહી છે. આ સહીત  પશુપાલકોને પણ જાગૃત કરાઈ  રહ્યા છે.  પશુમાલિકોને પણ તેમની દિનચર્યામાં પ્રાણીઓની સંભાળ રાખવાની સૂચના આપવામાં આવી રહી છે.