Site icon Revoi.in

મઘ્યપ્રદેશ: શિવપુરીમાં ટ્રક-ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માતમાં 4 ગુજરાતી કલાકારોના મોત

Social Share

ભોપાલ : મધ્ય પ્રદેશના શિવપુરીમાં શનિવારે નેશનલ હાઇવે-27 પર ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને પરત ફરી રહ્યું હતું. આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. 

પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, ટ્રાવેલર બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. જેના કારણે બસ બેકાબૂ બનીને ડિવાઇડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ.