Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ ચાર્જીંગમાં રાખેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ, વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો

Social Share

દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. મોબાઈલ ફોન ચાર્જીંગ પર હોય ત્યારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. દરમિયાન મધ્યપ્રદેશના સતનામાં ધો-8નો વિદ્યાર્થી મોબાઈલ પર ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં વિદ્યાર્થીનો ચહેરો દાઝી ગયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સતના જિલ્લાના નાગૌર તાલુકાના ચદકુઈયા ગામમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. 15 વર્ષીય રામપ્રકાશ ભાનુપ્રસાદ ભદોરિયા એક ખાનગી સ્કૂલમાં દો-8માં અભ્યાસ કરે છે. બપોરના સમયે વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસ ભરી રહ્યો હતો. આ સમયે મોબાઈલ ફોન ચાર્જીંગમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેથી વિદ્યાર્થીઓનું મોઢુ અને નાકનો કેટલોક હિસ્સો દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તબીબોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીનું નાક અને મોઢુ ગંભીર રીતે દાઝી ગયો છે.

વિદ્યાર્થીના પિતા ભાનુપ્રસાદએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો રોજ ઓનલાઈન ક્લાસ ભરતો હતો. બપોરના સમયે ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો. આ સમસ્યા દરમિયાન જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ બનાવમાં રામપ્રકાશ ગંભીર રીતે દાઝી ગયો છે. અત્રે ઉલ્લેખનયી છે કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. બીજી તરફ તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ સામે આવી રહ્યાં છે.