Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીનું કરાયું સન્માન

Social Share

ભોપાલઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજધાનીના મિંટો હોલમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેયા હોકી ખેલાડી વિવેક સાગર સહિતના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખેલાડી વિવેક સાગરને રૂ. એક કરોડનું ઈનામ અને પોલીસમાં ડીએસપીનું પદ આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિવેકની માતા જ્યાં કહેશે ત્યાં પાકુ મકાન બનાવી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ખેલાડીના માતા-પિતા અને ભાઈ પણ હાજર રહ્યાં હતા. તેમજ વિવેકના આગ્રહ ઉપર તેમને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહની અધ્યક્ષતા ખેલ અને યુવા કલ્યાણ મંત્રી યશોધરા રાજે સિંધિયાએ કરી હતી. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ ગિરીક્ષ ગૌતમ અને મુખ્ય સચિવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે.

ભારતીય નિશાનેબાજ એશ્વર્ચ પ્રતાપસિંહને ઓલિમ્પિકમાં ભાગ લેવા બદલ રૂ. 10 લાખની રકમ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય હોકી ટીમના સહાયક પ્રશિક્ષક શિવેન્દ્ર સિંહનું પણ મુખ્યમંત્રીએ સન્માન કરીને રૂ. 25 લાખનું ઈનામ આપ્યું હતું. આ ઉપરાંત અશોક ધ્યાનચંદ્ર, પેરા ક્લાકિંગ ખેલાડી પ્રાચી યાદવ અને શરદ કુમારનું પણ સન્માન કરાયું.

Exit mobile version