Site icon Revoi.in

માઘ મેળો 2023: પ્રયાગરાજમાં મૌની અસમાવસ્યા પ્રસંગ્રે 85 લાખ ભક્તોએ ગંગામાં ડુબકી લગાવી

Social Share

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે યુપીના પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પ્રયાગરાજના સંગમ કિનારે મૌની અમાવસ્યાના અવસર પર લગભગ 85 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. જો કે, પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રને આશા છે કે, એક કરોડ લોકોએ સંગમ કિનારા ઉપર ડુબકી લગાવી હશે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. તેનો વીડિયો સીએમ યોગીએ શેર કર્યો છે.

માઘ મેળામાં મૌની અમાવસ્યાએ સ્નાન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરથી સંગમ સુધીના વિસ્તારને 10 ઝોન અને 50 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. આટલું જ નહીં અહીં 98 સેક્ટર ઓફિસરોને પોસ્ટ કરવામાં આવ્યા હતા. 194 મેજિસ્ટ્રેટની ડ્યુટી લગાવવામાં આવી હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યાએ સ્નાન કરવા ગંગા નદીના કિનારે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ગંગા નદી પરના વિવિધ ઘાટ ઉપર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરીને લખ્યું, “તીર્થરાજ પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના શુભ અવસર પર પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કરનાર શ્રદ્ધાળુઓને ખુબ ખુબ શુભકામનાઓ. આ શુભ અવસરે આદરણીય સંતો, ભક્તો અને કલ્પવાસીઓએ પુષ્પોની વર્ષા કરીને સન્માન કરાયું હતું. “