Site icon Revoi.in

પ્રયાગરાજ ખાતે મળી મહાભારત કાળની સુરંગ, શું પાંડવો લાક્ષાગૃહ કાંડમાં અહીંથી જ નીકળ્યા હતા?

Social Share

મહાભારત કાળની કથામાં આજે પણ દરેક ભારતવાસીઓને બેહદ દિલચસ્પી છે અને લોકો તેના સંદર્ભે જાણવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. આના કારણે તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળના લાક્ષાગૃહ જંગલને ફરીથી ચર્ચામાં આવી ગયું છે.

કેટલાક દિવસો પહેલા ત્યાં ખોદકામમાં એક ખંડેરમાં પથ્થરોની સુરંગ જોવા મળી. જે લોકો માટે કૂતુહલનું કારણ બની છે. આ સુરંગ લગભગ ચાર ફૂટ પહોળી છે. પરંતુ હજી સુધી સુરંગનો થોડો હિસ્સો જ જોવા મળ્યો છે, કારણ કે બાકીનો ભાગ માટીના ટીલા નીચે દબાયેલો છે.

આ સુરંગને લઈને લોકો દાવો કરી રહ્યા છે કે આ તે સુરંગ છે કે તેના દ્વારા દ્વાપરયુગમાં પાંડવોએ લાખના મહેલમાંથી ચુપચાપ બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. સુરંગ મળ્યા બાદ પ્રયાગરાજના આ ખંડેરને ફરીથી મહાભારતકાળનું લાક્ષાગૃહ ઘોષિત કરવાની માગણી ઉઠી છે. આ સુરંગ અને ખંડેરને જ મહાભારત કાળના લાક્ષાગૃહ ઘોષિત કરીને તેને પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવાની લોકો માગણી ઉઠાવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે મહાભારત કાળમાં દુર્યોધને પાંડવોને જીવતા બાળી નાખવા માટે ગંગા નદીના તટ પર લાખનો મહેલ તૈયાર કર્યો હતો. મહાભારતની કથા પ્રમાણે, વિદૂરે પાંડવોને દુર્યોધનની આ સાજિશની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ પાંડવ એક સુરંગ બનાવીને ચુપચાપ બહાર આવી ગયા હતા અને તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો.

મહાભારતમાં આ ઘટનાનું વિગતવાર વર્ણન આવે છે, પરંતુ લાક્ષાગૃહ જે સ્થાને હતું, તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. દેશમાં ચારથી પાંચ એવા સ્થાન છે, જેને મહાભારત કાળના લાક્ષાગૃહ તરીકે હોવાનો દાવો કરવામાં આવે છે.

પ્રયાગરાજ શહેરમાં સંગમથી લગભગ પચાસ કિલોમીટર દૂર હંડિયા વિસ્તારમાં ગંગા નદીના તટ પર પણ એક આવું જ ખંડેર છે. તેને પણ મહાભારત કાળનું લાક્ષાગૃહ ગણાવવામાં આવે છે.