Site icon Revoi.in

ચીનમાં પણ મહાદેવની થાય છે પૂજા, જાણો સમગ્ર વાત

Social Share

ચીન પોતાની તાનાશાહીને લઈને વિશ્વ વિખ્યાત છે, ચીનની મોટાભાગની વાતો મોટાભાગના દેશોના લોકોને ખબર હશે કે ચીનમાં કેટલાક પ્રકારની આઝાદી કે છૂટ મળતી નથી જેમ કે અમૂક ધર્મના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, અને કેટલાક રીતિ રિવાજને પણ ફોલો કરવા દેવામાં આવતા નથી ત્યારે જો વાત કરવામાં આવે ચીનમાં મહાદેવની થતી પૂજા વિશે તો, શું આ વાત તમને માનવામાં આવશે?

તો વાત એવી છે કે ચીનના ફુજિયન પ્રાંતના ક્વાંગજુ શહેરમાં ભગવાન શિવ અને વિષ્ણુ સાથે જોડાયેલા ઘણા પુરાવાઓ જોવા મળે છે. આ શહેરમાં સ્થિત કૈયુઆન મંદિર તેની હિંદુ કલાકૃતિઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં તમને ભારતના મંદિરોની જેમ જ સુંદર પથ્થરની કોતરણી જોવા મળશે.

મંદિરના સ્તંભ પર ખાસ પ્રકારની શિવજીની કલાકૃતિઓ

ઘણા અહેવાલો અનુસાર આ શિવ મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલા મહાન ચોલ સમ્રાટ રાજારાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. વેપારને કારણે ત્યાં શિવ મંદિરોની સ્થાપના થઈ. આ મંદિરોના સ્તંભો પર આજે પણ ભગવાન શિવના ચિત્રો જોવા મળે છે. આ સાથે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત છે.

ચીનમાં કૈયુઆન મંદિર મૂળરૂપે 685 સીઇમાં બનાવવામાં આવ્યું હતું. ચીનમાં મહાદેવને મહેશ્વર તરીકે પૂજવામાં આવે છે. ચાઈનીઝ બૌદ્ધ ધર્મમાં તેમને ઈન્દ્ર, સ્કંદ, લક્ષ્‍મી, નારાયણ અને સરસ્વતી જેવા અન્ય ઘણા દેવતાઓ સાથે રક્ષણાત્મક દેવતા તરીકે પૂજવામાં આવે છે.
હિંદુ સમુદાયો, ખાસ કરીને અય્યાવોલે અને મણિગ્રામમના તમિલ વેપારી મંડળો દ્વારા, એક સમયે મધ્યયુગીન દક્ષિણ ચીનમાં વિકસ્યા હતા. તમિલ વેપારીઓએ શિવના ઘણા મંદિરો બનાવ્યા, જેમાં પ્રસિદ્ધ કૈયુઆન મંદિર અને ચીનમાં પુટુઓ પર્વત પર સ્થિત મંદિરનો સમાવેશ થાય છે. ક્વાંઝોઉના ઉદ્યાનમાં એક મોટું શિવલિંગ પણ છે. શિવ સાથે જોડાયેલી તમામ બાબતો આ ચીની શહેરની હિંદુ ધર્મ સાથે જોડાણની કહાણી જણાવે છે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર ચીનમાં 76 લાખ લોકો હિંદુ ધર્મને અનુસરે છે.