Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ પૂણેમાં બે દાયકાથી ગંભીર ગુનામાં વોન્ટેડ કુખ્યાત ગુનેગાર આખરે ઝડપાયો

Social Share

નાગપુરઃ મહારાષ્ટ્રમાં બે દાયકાથી ફરાર કુખ્યાત ગુનેગારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પૂણેમાંથી કુખ્યાત અમર નાઈક ગેંગના સભ્યને ઝડપી લીધો હતો. આરોપી લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી લઈને તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર પોલીસને 23 વર્ષ બાદ એક કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે ફરાર ગેંગસ્ટર રવિન્દ્ર મારુતિ ઢોલેની બુધવારે ધરપકડ કરી હતી. તેની પુણેના જુન્નરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે ગેંગસ્ટર રવિન્દ્ર અમર નાઈક ગેંગનો સભ્ય છે અને લાંબા સમયથી ફરાર હતો.

પોલીસના જણાવ્યા અનુસાર રવિન્દ્ર 1999માં લૂંટના પ્રયાસ જેવા અનેક કેસમાં વોન્ટેડ છે. છેલ્લા 23 વર્ષથી તે નકલી ઓળખનો નાટક કરીને પુણેના જુન્નરમાં રહેતો હતો. પોલીસને આ અંગે ઈનપુટ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.