Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ વિધાનસભામાં શિંદે સરકારને બહુમતી, વિપક્ષના ચાર ધારાસભ્યો મતના આપી શક્યાં

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે બહુમત સાબિત કર્યો હતો. શિંદે સરકાર તરફેણમાં 164 મત પડ્યાં હતા.  જ્યારે વિપક્ષમાં 99 મત પડ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના ચાર ધારાસભ્યોએ મતદાન કર્યું ન હતું. જેથી તરેહ-તરેહની અટકળો વહેતી હતી. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેના વધુ એક સમર્થક સંજય બાંગડેએ શિંદેને સમર્થન આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભામાં સાજે શિંદે સરકારને વિશ્વાસનો મત જીતવાનો હતો. ભાજપ અને શિંદે જૂથના ધારાસભ્યો વહેલા જ વિધાનસભા પહોંચી ગયા હતા. મોટાભાગના ધારાસભ્યો વિશ્વાસ મત પહેલા જ વિધાનસભામાં આવી પહોંચ્યાં હતા. જો કે, આદિત્ય ઠાકરે વિશ્વાસ મતની પ્રક્રિયાની ગણતરીની મીનીટો પહેલા જ આવ્યાં હતા. વિશ્વાસ મતની પ્રક્રિયામાં ધારાસભ્યોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 164 ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું હતું. આ અગાઉ શિવસેનાના વિધાયક દળના નેતા અને ગોગાવલેને મુખ્ય દંડક તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મનાતા સંજય બાંગડે શિંદેને મત આપ્યો હતો. વિપક્ષના ચાર MLA મત આપી શક્યા ન હતા. જેમાં કોંગ્રેસના અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર અને NCPના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપ સમાવેશ થાય છે. આ ચારેય MLA મોડા પહોંચ્યા હતા. પછી તેમને વિધાનભવનમાં એન્ટ્રી આપવાં આવી નહોતી. વિધાનસભામાં શિંદે અને ફડણવીસ સરકારે વિશ્વાસનો મત જીત્યા બાદ ધારાસભ્યોએ જય શ્રીરામના નારા લગાવ્યાં હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફેડણવીસે ધારાસભ્યોનો આભાર માન્યો હતો.