Site icon Revoi.in

મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલા કારખાના આગ લાગી

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલા કાઝી કમ્પાઉન્ડમાં ગઈકાલે રાત્રે બંધ કાપડના કારખાનામાં આગ લાગી હતી. ભીષણ આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ. આગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડ વહેલી તકે સ્થળ પર પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર આગ રાતે 2 વાગ્યાના સમયની આજુબાજુમાં લાગી હતી, અને સૂત્રો દ્વારા તે પણ જણાવવામાં છે કે આગ શોટ સર્કિટના કારણે લાગી હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

હાલ આ કારખાનામાં રહેલા માલને કેટલુ નુક્સાન થયું છે તેના વિશે પણ સંપૂર્ણ પણે માહિતી મળી નથી પણ તેના વિશે પણ જલ્દીથી વધારે જાણકારી સામે આવી શકે છે.

Exit mobile version