Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય અધિકારીઓની નિવૃત્ત થવાની વય મર્યાદામાં વધારો કરાયોઃ હવે ૬૨ વર્ષે કરાશે સેવામાંથી નિવૃત

Social Share

મુંબઈઃ-દેશમાં કોરોના મહામારીને કારણે આરોગ્યકર્મીઓ એ સતત કાર્ય. કરપ્યું છે, આ સાથે જ તબીબી સેવાની પુરતી વ્યવસ્થા પણ જરુરી બની છે ત્યારે હવે મહરાષ્ટ્ર સરકારે વિતેલા દિવસને બુધવારે મોટો નિર્ણય લીધો હતો, જે મુબજ મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય વિભાગના અધિકારીઓને મોટી રાહત મળી છે. આ નિર્ણય અંતર્ગત આ અધિકારીઓની નિવૃત્ત થવાની વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે આ અંગે માહિતી આપી છે.

આ સમગ્ર બાબતે મંત્રી ટોપે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સિવિલ સર્જનો અને આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓને તેમની નિવૃત્ત થવાની 60 વર્ષની વયમાં બે વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે.

આ મામલે તેમણે વદુમાં કહ્યું હતું કે રાજ્ય પ્રધાનમંડળે દિવસની શરૂઆતમાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.