Site icon Revoi.in

ગાંધી@150: જ્યારે મૉબ લિંચિંગનો શિકાર બનતા બચ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી!

Social Share

વિવેક ત્યારે શૂન્ય બની જાય છે, જ્યારે વ્યક્તિ ભીડનો ભાગ બની જાય છે અને આવી વિવેક શૂન્ય ભીડ શું કરે છે, આજના આ તબક્કામાં આ જણાવવાની જરૂરત કદાચ રહેતી નથી. એજથી સવાસો વર્ષ પહેલા મોહનદાસ કરમચંદ ગાઁધી આવી જ એક ભીડનો દક્ષિણ આફ્રિકા ખાતે સામનો કરી ચુક્યા હતા. ભીડની હિંસા જેને મોબ લિંચિંગ કહેવામાં આવે છે, તેનાથી ગાંધીજી ખૂબ મુશ્કેલીથી બચી શક્યા હતા. નહીંતર ગાંધીને મહાત્મા બનાવવાનો ઘટનાક્રમ તેમના મોબ લિંચિંગ સાથે દક્ષિણ આફ્રિકામાં જ પુરો થઈ જાત અને તેમની ઓળખ માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી સુધી જ મર્યાદીત થઈ જાત.

કારોબારી દાદા અબ્દુલ્લાના આમંત્રણ પર તેમની કંપનીમાં કાયદાકીય મદદ આપવા માટે 1893માં દક્ષિણ આફ્રિકા પહોંચેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી પોતાના સંઘર્ષના દમ પર માત્ર ત્રણ વર્ષની અંદર એટલે કે 1896 સુધી એક રાજનેતા તરીકે સ્થાપિત થઈ ચુક્યા હતા. તેમણે 22 ઓગસ્ટ, 1894ના નતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી અને દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના હિતો માટે સંઘર્ષ કરતા રહ્યા હતા. તે ક્રમમાં તેઓ 1896માં ભારત પાછા ફર્યા હતા.

ગાંધી પોતાના અભિયાનમાંલાગેલા હતા કે અચાનક નતાલના ભારતીય સમુદાય તરફથી એક તાર આવ્યો અને તે 30 નવેમ્બર-1896ના રોજ દક્ષિણ આફ્રિકા માટે રવાના થઈ ગયા હતા. આ સંદર્ભે તેમની સાથે તેમનો પરિવાર એટલે કે પત્ની અને બાળકો પણ હતા.

ગાંધીજીના દક્ષિણ આફ્રિકા પહોંચતા પહેલા જ તેમના ગ્રીન પમ્ફ્લેટે ત્યાં તોફાન ઉભું કરી દીધું હતું. લીલા રંગની આ પુસ્તિકામાં ભારતીયો સામે ઉભેલી સમસ્યાઓનો ઉલ્લેખ હતો. પરંતુ દક્ષિણ આફ્રિકામાં આ અફવા ફેલાવવામાં આવી હતી કે ગાંધીએ આ પુસ્તિકામાં ગોરા યુરોપિયોનો સંદર્ભે ખરું-ખોટું લખ્યું છે અને ભારતમાં તેમણે આ સમુદાયની વિરુદ્ધ અભિયાન ચલાવી રાખ્યું છે, અને હવે તે બે જહાજોમાં ભારતીયોને ભરીને નતલામાં વસાવવા માટે લાવી રહ્યા છે.

તથ્યો પ્રમાણે, ગાંધીજીનું જહાજ જ્યારે ડર્બન પહોંચ્યું તો માહોલ એટલો ગરમ હતો કે જહાજના કોઈ પ્રવાસીઓને ઉથરવા દેવામાં આવ્યા નહીં અને જહાજને 21 દિવસ સુધી સમુદ્રમાં પ્રશાસનના નિયંત્રણમાં રાખવામાં આવ્યું. પરંતુ ગાંધીજી વિરુદ્ધ ગુસ્સો બાદમાં પણ ઘટયો ન હતો.ભીડ બંને જહાજોને પાછા કરવાની માગણી કરી રહી હતી અથવા તેને સમુદ્રમાં ડૂબાડી દેવા ઈચ્છતા હતા. આખરમાં પ્રશાસને બંને જહાજોને પોર્ટ પર લાંગરવાની મંજૂરી તો આપી દીધી, પરંતુ ગાંધીને ભીડથી બચાવવાની કોઈ તરકબ તેમની પાસે ન હતી.

ગિરિરાજ કિશોર પોતાના પુસ્તક  – બા-માં લખે છે કે સમયની નજાકતને સમજતા ગાંધીએ પત્ની અને બાળકોને પોતાના મિત્ર જીવનજી રુસ્તમજીના ઘરે એક ગાડીમાં સુરક્ષિત મોકલી દીધા હતા. તેમની યોજના હતી કે તે દાદા અબ્દુલ્લાના કાયદાકીય સલાહકાર મિસ્ટર લાટનની સાથે કોઈ પ્રકારે છૂપાઈને પગપાળા નીકળી જશે. પરંતુ જ્યારે તે એક રેલિંગને પકડીને પરિવારને જતા જોઈ રહ્યા હતા, ત્યારે યુવાનોની એક ભીડે તેમને ઓળખી લીધા. ભીડે ગાંધી-ગાંધીની બૂમો પાડી અને મોહનદાસ પર તૂટી પડયા હતા. બિલકુલ તેવી રીતે જેવી રીતે આજે આપણા દેશમાં અફવાઓને કારણે ભડકેલી ભીડ કોઈ વ્યક્તિ પર તૂટી પડે છે.

ગિરિરાજ લખે છે કે ગાંધી પર ભીડનો હુમલો એવી રીતે થયો હતો કે તે બેભાન થઈને રેલિંગ પર ઝુકી ગયા હતા. જો ડરબનના પોલીસ સુપરિંટેન્ડેન્ટ આર. સી. અલેક્ઝાન્ડરના પત્ની સારા એલેક્ઝાન્ડર ત્યાંથી પસાર થઈ રહ્યા ન હોત, તો ગોરાઓની હિંસક ભીડે ગાંધીની હત્યા કરી નાખી હોત. સારાએ જોયું કે ભીડ કોઈને બેરહેમીથી માર મારી રહી છે. તે ભીડને ચીરતા અંદર ઘૂસ્યા. એલેક્ઝાન્ડર દંપત્તિ ગાંધીનું ઘણું સમ્માન કરતું હતું. તેમણે તાત્કાલિક પોતાની છત્રી ગાંધીજી ઉપર ફેલાવી દીધી. ભીડ એક ક્ષણ માટે થંભી ગઈ. તે વખતે કોઈ ભારતીયે મિસ્ટર એલેક્ઝાન્ડરને પણ ખબર આપ્યા હતા. તાત્કાલિક પોલીસ અહીં પહોંચી હતી.

ગાંધીનો જીવ કોઈક રીતે ત્યાર પુરુતો બચી ગયો હતો, પરંતુ ખતરો સમાપ્ત થયો ન હતો. સિપાહીઓએ તેમને રુસ્તમજીના ઘર સુધી પહોંચાડયા. ત્યાં ડોક્ટરોને બોલાવવામાં આવ્યા અને તેમની મલમપટ્ટી કરવામાં આવી. કપડા ફાટી ગયા હતા. શરીર પર ઈજાઓ હતી. જેમાની ઘણી ઈજાઓ ઘણી ઉંડી હતી.ગાઁધી રાહતનો શ્વાસ પણ લઈ શક્યા ન હતા કે ભીડ ફરીથી રુસ્તમજીના ઘરની બહાર એકઠી થઈ ગઈ. પોલીસ સુપ્રિટેન્ડેન્ટે પણ ગાર્ડ સાથે પહોંચીને સુરક્ષા આપી હતી. ભીડ દરવાજો તોડીને ઘરમાં ઘૂસવા ચાહતી હતી. ભીડમાં સામેલ લોકો બૂમો પાડી રહ્યા હતા- અમને ગાંધી જોઈએ. આખરમાં સુપ્રિટેન્ડેન્ટેની સલાહ પર ગાંધી સિપાહીનો વેશ ધારણ કરીને જીવ બચાવીને નીકળ્યા હતા. નહીંતર ભીડ તેમની સાથે જ બે-બે પરિવારોનો ભોગ લઈ લેત.

ભારતથી લઈને બ્રિટન સુધી આ સમાચાર ફેલાવવામાં આવ્યા કે ગાંધીને ફાંસી આપવામાં આવશે. દિલ્હીના વાઈસરોયે આના પર ચિંતા વ્યક્ત કરી. બીજી તરફ લંડન ખાતે ઉપનિવેશિક પ્રધાન જોસેફ ચેમ્બરલેને હુલ્લડખોરોની વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ મોકલ્યો હતો. પરંતુ જ્યારે મોહનદાસને સવાલ કરવામાં આવ્યો કે તે કોણ લોકો હતા, તેમમે તેમના પર હુમલો કર્યો, ત્યારે તેમમે બદલાની કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો. ગાંધીએ કહ્યુ હતુ કે હુમલાખોર નવયુવાન હતા. રાયટર દ્વારા ખોટા સમાચાર પ્રાસીત કરવાને કારણે ભ્રમિત થઈ ગયા હતા. અટોર્ની જનરલના કહેવા પર તેમણે આ વાત લેખિતમાં પણ આપી હતી.

બીજા દિવસે અખબારોમાં પ્રકાશિત ચેમ્બરલેનના આદેશ છતાં ગાંધીએ અટોર્ની જનરલને લખીને આપ્યું હતું કે તે બદલાની કાર્યવાહી ચાહતા નથી. આ સમાચારને વાંચીને દક્ષિણ આફ્રિકા ચકિત થઈ ગયું હતું. ગાંધીના જીવના દુશ્મન હવે તેમને ચાહનારા બની ગયા. મિત્ર અને અસીલો બંને વધી ગયા. લિંચિંગ પર ઉતારું પાગલ ભીડને માત્ર 27 વર્ષના મોહનદાસે પોતાના આ પગલાથી મોહી લીધી હતી. ભીડનો વિવેક પાછો ફર્યો હતો અને મોહનદાસ મહાત્મા બનવા તરફ આગળ વધ્યા હતા.