મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. […]