Site icon Revoi.in

DGCA ની મોટી કાર્યવાહી,સ્પાઇસજેટની 50% ફ્લાઇટ્સ 8 અઠવાડિયા માટે સસ્પેન્ડ  

Social Share

દિલ્હી:સ્પાઇસજેટના વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓ વચ્ચે DGCAએ એક મોટી કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે 50% ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ આઠ અઠવાડિયા માટે એરલાઇનને વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.બીજી તરફ, જો એરલાઇન ભવિષ્યમાં 50 ટકાથી વધુ ઉડાન ભરવા માંગતી હોય તો તેણે સાબિત કરવું પડશે કે તેની પાસે આ વધારાનો ભાર વહન કરવાની ક્ષમતા છે, પૂરતા સંસાધનો અને સ્ટાફ ઉપલબ્ધ છે.

થોડા દિવસો પહેલા DGCAએ સ્પાઈસ જેટને નોટિસ આપી હતી.એરલાઇનના વિમાનોમાં વારંવાર આવતી ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને આ નોટિસ મોકલવામાં આવી હતી. તાજેતરમાં, સરકારે રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે DGCAએ સ્પાઈસ જેટના વિમાનોનું સ્પોટ ચેકિંગ કર્યું છે.તે ચેકિંગમાં કોઈ મોટી ખામી નહોતી.પરંતુ રિપોર્ટમાં DGCAએ ચોક્કસપણે કહ્યું હતું કે,હાલમાં એરલાઈને તેના 10 એરક્રાફ્ટનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમામ પ્રકારની ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવે.

હવે અહીં એ જાણવું જરૂરી છે કે,18 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનોમાં 8 વખત ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ કારણોસર DGCAએ એરલાઇનને નોટિસ મોકલવી પડી હતી. તે નોટિસ જણાવે છે કે ઘટનાઓની સમીક્ષા દર્શાવે છે કે નબળી આંતરિક સલામતી દેખરેખ અને અપૂરતી જાળવણીને કારણે સલામતી માર્જિનમાં ઘટાડો થયો છે.