Site icon Revoi.in

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી – દેશના અનેક રાજ્યોમાં માન્યતા ન ધરાવતા 200થી વધુ રાજકીય પક્ષો બંધ કર્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં આગામી ચૂંટણીને લઈને તમામ પાર્ટી જોરશોરમાં તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ ચૂંટણી પંચે પણ બિન કાયદેસર પક્દેષો સામે મોટી કાર્શયવાહી કરી છે.પ્રાપ્ત વિતગ પ્રમાણે દેશભરમાં ચાલી રહેલા કુલ 253 નાના રાજકીય પક્ષો સામે  ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે.

જેમાં  યુપી, બિહાર , કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓના રિપોર્ટ મુજબ , 253 પક્ષોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ 253 પક્ષોએ ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો ન બતો જેથી આ કાર્યવાહી કરાઈ છે.

આ સાથએ જ ચૂંટણી ચિન્હ સંબંધિત શરતોનું પાલન ન કરવા બદલ તેમને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ પક્ષો છેલ્લી ઘણી ચૂંટણીઓથી દૂર રહ્યા છે. તે જ સમયે, ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોની યાદીમાંથી 86 નાના પક્ષોના નામ પણ હટાવી દેવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે મંગળવારે વધુ 86 બિન-અસ્તિત્વ ધરાવતા રજિસ્ટર્ડ બિન-માન્ય રાજકીય પક્ષોને તેની યાદીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલી આવી સંસ્થાઓની સંખ્યા હવે 537 થઈ ગઈ છે.

આ બાબતે કમિશન દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિશાળ જાહેર હિતની સાથે ચૂંટણી લોકશાહીની “શુદ્ધતા” માટે “તાત્કાલિક ઉપચારાત્મક પગલાં” ની જરૂર છે અને તેથી વધારાના 253 રજિસ્ટર્ડ અનરિક્ગ્નાઇઝ્ડ પોલિટિકલ પક્ષને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.

આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ લીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચૂંટણી પંચે તેની સૂચિમાંથી 86 “અસ્તિત્વ ન ધરાવતા” નોંધાયેલા બિન-માન્ય રાજકીય પક્ષોને દૂર કર્યા અને 253 અન્યને “નિષ્ક્રિય RUPP” તરીકે જાહેર કર્યા છે.

Exit mobile version