Site icon Revoi.in

પુલવામા એટેક પર મોટો ખુલાસો, ષડયંત્રમાં હતી પાકિસ્તાની સેનાના મેજરની સંડોવણી

Social Share

પુલવામા એટેક પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની મીટિંગ યોજાઈ હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની બેઠકમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ થયો હતો. 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને એલઓસી પર સરદારી લોન્ચ પેડ ખાતે આતંકીઓની બેઠક આયોજિત કરી હતી.

જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 20 આતંકવાદીઓએ સાથે મળીને કાશ્મીરમાં હુમલાની રણનીતિ તૈયાર કરી. પાકિસ્તાની સેનાનો મેજર મીર કાસિમ પણ આતંકવાદીઓની આ બેઠકમાં સામેલ હતો. આ બેઠક બાદ સલાઉદ્દીન પાકિસ્તાની સેનાની ઈન્ફેન્ટ્રી બ્રિગેડમાં જઈને બ્રિગેડિયરને મળ્યો હતો. સલાઉદ્દીને જાન્યુઆરીમાં જૈશ-એ-મોહમ્મદના મૌલાના દાનિશ અને લશ્કરે તૈયબાના અબ્દુલ્લા બલૂચની સાથે બેઠક કરીને મોટા હુમલાનો કારસો રચ્યો હતો.

તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા કેમેરા પર કંઈક એવું બોલી ગયા છે કે જેના પછી પુરાવાની જરૂરિયાત રહેતી નથી. જનરલ બાજવાએ કહ્યુ હતુ કે સોસાયટીમાં હવે ખિલાફતને કોઈ સ્થાન નથી, જેહાદના નામે ઘણો મોટો વર્ગ કટ્ટર બની ચુક્યો છે.

જનરલ બાજવાએ કહ્યુ હતુ કે આવા તત્વોને હથિયાર અને રાજકીય શક્તિ આપીને મજબૂત કરવામાં આવ્યા છે અને હવે તેમને માત્ર એટલા માટે છોડી શકીએ નહીં, કારણ કે આમાથી કેટલાક પસંદ નથી. યાદ રહે 40 વર્ષ પહેલા જે વાવ્યું હતું, તેને જ લણી રહ્યા છીએ.

મહત્વપૂર્ણ છે કે બારામૂલાથી લગભગ 100 કિલોમીટર દૂર પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફનો એક મોટો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે જૈશ-એ-મોહમ્મદના એક ફિદાઈન એટેકમાં 44 જવાનો શહીદ થયા હતા.