Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભંડોળ પુરુ પાડવાના મામલે SIA ની મોટી કાર્યવાહીઃ- 12 ઠેકાણાઓ પર દરોડા

Social Share

દિલ્હી- કાશ્મીરમાં આતંકીઓ દ્રારા સતત શાંતિ ભંગ કરવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે આ સાથે જ કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની હકીકતો પણ સામે આવી ચૂકી છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત આવા સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે.

ત્યારે ફરી એક વખત જમ્મુ અને કાશ્મીરના સ્ટેટ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ આતંકવાદને નાણાં પૂરા પાડવાના સંબંધમાં IPCમાં APHC પાકિસ્તાનના પ્રમુખના પૈતૃક નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

આ દરોડા પાડવાની ઘટના બાબતે અધિકારીઓ એ જણાવ્યું છે કે ધીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેના પછી તેને સંપૂર્ણ તપાસ માટે SIAને સોંપવામાં આવ્યો હતો.તપાસ એજન્સીના કર્મચારીઓએ શુક્રવારે સ્થાનિક પોલીસની મદદથી જમ્મુ, કઠુઆ, ડોડા અને કાશ્મીરમાં એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેઓએ ભદરવાહના મસ્જિદ મોહલ્લા વિસ્તારમાં સ્થિત એક ઘરની પણ તલાશી લીધી હતી.

જાણકારી પ્રમાણે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વેચતા વ્યક્તિના ઘર અને દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અ SIAએ મસ્જિદ મોહલ્લા વિસ્તારમાં ઝુબેર ખતીબના ઘરની તપાસ કરી.કારણ કે ઝુબેરના પિતા હુસૈન ખતીબ 20 વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનમાં હોવાનું કહેવાય છે. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે ત્યારે તેના સામે સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડી તપાસ કરીને કાર્યવાહી કરી છે

Exit mobile version