Site icon Revoi.in

ઉનાળામાં આ ઠંડી જગ્યાઓની મુલાકાત લેવાનો બનાવો પ્લાન,સફર બની જશે યાદગાર

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં રજાઓ ગાળવા માટે લોકો ઘણીવાર ઠંડી જગ્યાઓ શોધે છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક ઠંડી અને અદ્ભુત જગ્યાઓ જણાવવામાં આવી છે. તમે પરિવાર સાથે ફરવા માટે પણ આ સ્થળો પર જઈ શકો છો.

કાશ્મીર – કાશ્મીર એક ખુબ જ મશહૂર હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. તમે ઉનાળામાં અહીં જઈ શકો છો. મુઘલ ગાર્ડન અને ટ્યૂલિપ ગાર્ડન જેવા અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. તમે અહીં શિકારા રાઈડનો આનંદ માણી શકો છો. ઘાસના મેદાનો અને ઊંચા દેવદાર વૃક્ષોની સુંદરતા તમારું મન મોહી લેશે.

સિક્કિમ – સિક્કિમમાં તમે લીલી ખીણો અને તળાવની સુંદરતાની પ્રશંસા કરી શકશો. ટ્રેકિંગ પણ કરી શકો છે. ફેમિલી ટ્રીપ માટે આ જગ્યા ખૂબ જ સારી છે. અહીંની સુંદર ખીણો તમારા મનને મોહી લેશે.

લદ્દાખ – સાહસિક પ્રવૃત્તિઓના શોખીન લોકો અહીં બાઇક દ્વારા જઈ શકે છે. ખરેખર એક અલગ જ અનુભવ આ જગ્યાએ જોવા મળશે. ખીણો, તળાવો, પર્વતો અને બૌદ્ધ મઠોની સુંદરતા તમારા મનને મોહી લેશે.

કુર્ગ – કર્ણાટકમાં ઘણા હિલ સ્ટેશન છે. અહીં કુર્ગ પણ છે. તમને કૂર્ગના લીલાછમ દૃશ્યો અને ઠંડી આબોહવા ગમશે. તમે અહીં ટ્રેકિંગ અને પક્ષી-નિરીક્ષણનો આનંદ માણી શકો છો.