1. Home
  2. Tag "Visit"

ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ જ્યોતીલિંગમાં પૂજા-અર્ચના કરી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની  ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે […]

ઓગષ્ટમાં મળશે લાંબો વિકેન્ડ, કરી લો આ સ્થળે ફરવાનું પ્લાન

ભારતમાં લોકો ફરવા માટે આમ તો બારેમાસ તૈયાર જ રહેતા હોય છે. ભારતમાં લોકોને બસ ફરવા માટેનો મોકો મળે અને તેઓ ફરવા માટે નીકળી જતા હોય છે આવામાં ઓગષ્ટમાં પણ જો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તેઓ આ સ્થળોને પર જવાનું પ્લાન કરી શકે છે કારણ કે આ મહિનામાં વધારે રજાઓ પણ આવી […]

લમ્પી વાયરસ સામેની લડાઈઃ ગુજરાતમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે જિલ્લા કક્ષાએ આ હેતુસર 6 લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કચ્છની મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે […]

ગુજરાતઃ ગિફ્ટ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટરની PM મોદી શુક્રવારે મુલાકાત લેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈના રોજ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન, ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય […]

છોટાઉદેપુરઃ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રીએ લીધી મુલાકાત

અમદાવાદઃ રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર […]

PM મોદી 28 અને 29મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28મી જુલાઈથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ ગુજરાત પ્રવાસમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 15મી જુલાઈના રોજ રાજ્યના પ્રવાસે આવવાના હતા જો કે, ભારે વરસાદને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રપતિ […]

ગુજરાતમાં ભારે વરસાદઃ પૂરગ્રસ્ત વિસ્તારોની સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી નદીઓ ગાંડીતૂર બની છે, તેમ જ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરકાર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદને પગલે […]

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દિવસનો પ્રવાસનો કાર્યક્રમ રદ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા. જો કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે પીએમ મોદીનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી મુર્મૂનો પણ કેવડિયાનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદી 12મી જુલાઈએ દેવધર અને પટણાની મુલાકાતે જશેઃ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]