નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન નૌસેના પ્રમુખ પણ સંરક્ષણ મંત્રી સાથે ઉપસ્થિત રહેશે. તેમજ ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનારા શૂરવીર નૌસેનાના જવાનો સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, INS વિક્રાંત હાલમાં અરબી સમુદ્રમાં સ્થિત સ્વદેશી યુદ્ધ જહાજ છે.જેની ક્ષમતા એક કેરિયર પર 30 એરક્રાફ્ટની છે. ઓપરેશન સિંદૂર સમયે INS વિક્રાંતના નિશાના પર કરાંચી પોર્ટ હતું. જેનાથી પાકિસ્તાની સુરક્ષાના પાયા હચમચી ઉઠયા હતા.


