Site icon Revoi.in

વરસાદની સીઝનમાં ઘરે બનાવો ક્રિસ્પી ચોખાના ભજીયા, જાણો રેસીપી

Social Share

રેસીપી, 01 જુલાઈ 2026: Rice bhajiya recipe ચોખાના ભજીયા એ વરસાદની ઋતુમાં કે નાસ્તા માટે એક ઉત્તમ ઓપ્શન છે. ચણાના લોટના ભજીયા ક્યારેક પેટમાં ભારે પડે છે, પરંતુ ચોખા અને બાફેલા બટાકાના મિશ્રણમાંથી બનતા આ ભજીયા ખાવામાં હલકા અને અતિશય ક્રિસ્પી બને છે.

ચોખાના ભજીયામાં ઉમેરેલી ડુંગળી, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ અને લીંબુનો રસ તેને એકદમ ચટાકેદાર ટેસ્ટ આપે છે. આ બહારથી જેટલા ક્રિસ્પી હોય છે.

ચોખાના ભજીયા રેસીપી

સામગ્રી

ચોખા પાણીમાં પલાળી રાખેલા

બાફેલા બટાકા

2 સમારેલ ડુંગળી

2 સમારેલ લીલા મરચા

1/2 ચમચી ચીલી ફ્લેક્સ

કોથમીર

સ્વાદ મુજબ

1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ

1 ચમચી લીંબુનો રસ

જરૂર મુજબ તેલ તળવા માટે

ચોખાના ભજીયા બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં પલાળેલા ચોખા લો. હવે બિલકુલ થોડું પાણી ઉમેરીને તેની એકદમ સ્મૂધ અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો.

આ તૈયાર થયેલી ચોખાની પેસ્ટમાં બાફેલા બટાકા ઉમેરો, એક મોટા વાસણમાં કાઢી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ-મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ અને ફ્રેશ ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.

ત્યારબાદ મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રીને ચમચી કે હાથથી બરાબર મિક્સ કરી લો. આ બેટરને 1 મિનિટ માટે એક જ દિશામાં ફેંટો, જેથી ભજીયા અંદરથી સોફ્ટ બને.

એક કડાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરો. તેલમાં ભજીયાને બંને બાજુથી પલટાવતા રહીને સોનેરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

હવે થઇ જાય એટલે ગરમાગરમ ચોખાના ભજીયા તો ચા અથવા કોઈ તમારી મનગમતી ચટણી સાથે સર્વ કરો.

Exit mobile version