Site icon Revoi.in

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલમાં મટકા દાળ, જાણો રેસીપી

Social Share

રેસીપી, 15 એપ્રિલ 2026: દાળ કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. દાળ તડકા દરેક વ્યક્તિને મનપસંદ વાનગી છે. દરરોજ એક જ પ્રકારની દાળ ખાઇને તમે કંટાળી ગયા છો અને તેમા યુનિટ ટેસ્ટ જોઇએ છે? તો તમારે દાળ બનાવવવાની રીતે બદલવા પડશે. દાળ બનાવવા માટે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણના બદલે માટીના વાસણનો ઉપયોગ કરો. માટીના વાસણમાં બનેલી દાળ સ્વાદિષ્ટ અને સુગુંધિત હોય છે.

ભારતમાં માટીના વાસણોમાં ખાવાની પરંપરા ઘણી જૂની છે. તે માત્ર રસોઈની જ રીત નથી, પરંતુ તે ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિનો પણ એક મહત્વપૂર્ણ હિસ્સો છે. માટીના વાસણનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. આજે પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં માટીના વાસણોમાં ભોજન રાંધવામાં આવે છે. તેની સાથે જ શહેરોના લોકો ઘણા ખાસ પ્રસંગો અને તહેવારો પર માટીના વાસણોમાં ભોજન બનાવે છે. માટીના વાસણ પ્લાસ્ટિક અથવા ધાતુની સરખામણીમાં બિન-ઝેરી અને પર્યાવરણને અનુકૂળ છે. માટીના વાસણમાં, ખોરાક ઓછી અથવા મધ્યમ તાપ પર રાંધવામાં આવે છે, જે પોષણ અને વિટામિન્સને સાચવે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે.

માટીના વાસણમાં દાળ બનાવવા માટે સામગ્રી (2-3 લોકો માટે)

1કપ દાળ (દાળ, તુવેર અથવા મગ)

3 કપ પાણી

અડધી ચમચી હળદર પાવડર

સ્વાદ મુજબ મીઠું

1 ઝીણા સમારેલા ટામેટા

1 ઝીણી સમારેલી ડુંગળી

2-3 લસણની કળી

2- 3 લવિંગ

1 લીલા મરચાં (ઝીણા સમારેલા)

1 નાની ચમચી દેશી ઘી

અડધી ચમચી જીરું

1 ચપટી હિંગ

2 ચમચી લીલું કોથમીર

1 ચમચી લીંબુનો રસ

મટકા દાળ દાળ કેવી રીતે બનાવવી?

મટકા દાળ બનાવતા પહેલા તેને 30 થી 60 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. તેનાથી દાળ ઝડપથી બફાય છે.

હવે માટીના વાસણને પાણીથી સારી રીતે ધોઈ લો. એક વાતનું ધ્યાન રાખો માટીના વાસણને ઉપયોગ કરતા પહેલા 10 – 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી માટીના વાસણમાં તિરાડ પડવાની શક્યતા રહેતી નથી.

માટીના વાસણમાં પલાળેલી દાળ નાંખો, પછી તેમા પાણી અને હળદર ઉમેરી ઢાંકી દો. તેને ધીમા તાપ પર 25 થી 40 મિનિટ સુધી બાફો. આ દરમિયાન ચમચા વડે દાળને હલાવતા રહો, જેથી દાઝે નહીં.

એક નાની કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને હીંગનો તડકો લગાવો. પછી ડુંગળી, લસણને સાંતળો, ત્યારબાદ લીલા મરચા, ટામેટા અને મીઠું ભભરાવી મસાલાને 2 – 3 મિનિટ સુધી ફ્રાય કરો.

આ વધારને ધીમે ધીમે ઉકળતી દાળમાં ઉમેરી ધીમા તાપ પર 5 મિનિટ સુધી પકવવા લો.

તમારી મટકા દાળ તૈયાર છે. ગાર્નિશ અને સ્વાદ માટે લીલું કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. ગરમા ગરમ મટકા દાળ રોટલી અને ભાત સાથે ખાવાની મજા પડશે.

Exit mobile version