Site icon Revoi.in

ઘરે બનાવો ઇન્સ્ટન્ટ સેવ ખમણી, જાણો રેસીપી

Social Share

રેસીપી, 07 જૂન 2026: Instant Save Khamani Recipe ગુજરાતની પ્રખ્યાત સુરતી ફરસાણ સેવ ખમણી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય! ચણાની દાળ અને ચટાકેદાર મસાલાઓથી બનતી આ વાનગી સવારના નાસ્તા માટે અથવા સાંજે હળવી ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.

સામાન્ય રીતે સેવ ખમણી બનાવવામાં ઘણો સમય લાગે છે, પણ આ ઇન્સ્ટન્ટ સેવ ખમણી રેસીપી ની મદદથી તમે બજાર જેવો જ ટેસ્ટ ખૂબ જ ઓછા સમયમાં ઘરે લાવી શકો છો.

ઈન્સ્ટન્ટ સેવખમણી રેસીપી

સામગ્રી

1 કપ ચણાની દાળ

5 કલાક પાણી

આદુ મરચાની પેસ્ટ

છાશ જરૂર મુજબ

મીઠું જરૂર મુજબ

1 ચમચી ઇનો

1/2 ચમચી હળદર પાઉડર

જરૂર મુજબ પાણી

 2 ચમચી તેલ

1 ચમચી રાઈ

1 ચમચી હીંગ

થોડા મીઠા લીમડાનાપાન

2 લીલા મરચા

1 ચમચી લસણની પેસ્ટ

1 ચમચી ખાંડ

ખમણેલા ખમણ

ઈન્સ્ટન્ટ સેવખમણી બનાવવાની રીત

સૌ પ્રથમ 1 કપ ચણાની દાળ ને 5 કલાક પાણીમાં પલાળી રાખો, હવે આદુ મરચી છાશ મીઠું ક્રશ કરી લો

હળદર પાણી ઉમેરી મિડીયમ પાતળું બેટર બનાવી લો, ત્યારબાદ 1 ચમચી ઈનો નાખી ફેટી લો, હવે 20 મિનીટ માટે વરાળથી બાફી લો

ખમણને ખમણી લો, વઘાર માટે 2 ચમચી તેલ, રાઈ, હીંગ, લીમડો, લીલા મરચા, લસણની પેસ્ટ પાણી અને ખાંડ ઉમેરો.

ત્યારબાદ એમાં ખમણેલા ખમણ ઉમેરો. તમારી ઈન્સ્ટન્ટ સેવખમણી તૈયાર છે તેમાં સેવ અને દાડમ નાખીને સર્વ કરો.

Exit mobile version