Site icon Revoi.in

ઘરે મહેમાન માટે બનાવો માવા કચોરી, જાણો રેસીપી

Social Share

રેસીપી, 09 જુલાઈ 2026: માવા કચોરીનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે! આ ખાસ મીઠાઈ રાજસ્થાનના જોધપુરની પ્રખ્યાત છે, તે મોંમાં ઓગળી જાય તેવી પરફેક્ટ સ્વીટ ડિશ છે. સામાન્ય રીતે આપણે તીખી કે મસાલેદાર કચોરી ખાતા હોઈએ છીએ, પરંતુ આ કચોરી એકદમ અલગ છે, બનાવવામાં પણ ખુબજ સરળ છે.

માવા કચોરી ડ્રાયફ્રૂટ્સ, ઈલાયચી અને તજ મરીના સુગંધિત મસાલાથી ભરપૂર માવાનું સ્ટફિંગ અને ઉપરથી કેસર ગુલાબની ચાસણીનું કોટિંગ આ કચોરીને એકદમ રિચ અને શાહી સ્વાદ આપે છે.

માવા કચોરી બનાવવા માટે સામગ્રી

સ્ટફિંગ માટે સામગ્રી

200 ગ્રામ માવો

1 ચમચી ઘી

1 ઈલાયચી

1 મોટી ઈલાયચી

1 તજ

5-6 મરી પાઉડર

2 ચમચી ડ્રાયફ્રુટ્સ

1 ચમચી પાઉડર સુગર

કચોરી માટે સામગ્રી

2 કપ મેંદો

2 ચમચી ઘી

પાણી

ચાસણી માટે સામગ્રી

1/2 કપ ખાંડ

1/2 કપ પાણી

6 કેસર તાંતણા

ગુલાબની પાંખડીઓ

ચાંદીના વરખ

પિસ્તા

માવા કચોરી બનાવવાની રીત

એક મોટા વાસણમાં મેંદો લો. તેમાં ઘીનું મોણ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ થોડું-થડું પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લો, લોટને ભીના કપડાથી ઢાંકીને 20 મિનિટ માટે સેટ થવા સાઈડ પર રાખી દો.

એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં માવો ઉમેરીને ધીમા તાપે ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકી લો. માવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેને થોડો ઠંડો થવા દો.

છેલ્લે માવો સાવ ઠંડો થાય ત્યારે તેમાં પાઉડર સુગર ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.  એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરવા મૂકો. તેમાં કેસરના તાંતણા ઉમેરો જેથી સરસ કલર અને સુગંધ આવે.

ચાસણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે એકદમ ચીકણી ન થઈ જાય. ગેસ બંધ કરી ચાસણીને નવશેકી ગરમ રાખો. બાંધેલા લોટમાંથી મધ્યમ કદના લુઆની પૂરીની વણી લો, એમાં તૈયાર કરેલું માવાનું સ્ટફિંગ ભરો.

પૂરીની કિનારીઓને ભેગી કરીને કચોરીને બરાબર સીલ કરી દો, હળવા હાથે દબાવીને કચોરીનો શેપ આપો.

હવે કઢાઈમાં ઘી અથવા તેલ ધીમા તાપે ગરમ કરો. કચોરીને ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

તળેલી ગરમ કચોરીને તૈયાર કરેલી નવશેકી ચાસણીમાં ડુબાડી રાખો, જેથી ચાસણી અંદર સુધી શોષાઈ જાય.

ચાસણીમાંથી બહાર કાઢી ઉપર ગુલાબની પાંખડીઓ, ચાંદીના વરખ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરીને ગરમાગરમ શાહી માવા કચોરી સર્વ કરો.

Exit mobile version