રેસીપી, 28 જૂન 2026: South Indian Style Podi Masala Rice પોડી મસાલા રાઈસ એ સાઉથ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને ઘરોમાં બનતી એક અત્યંત લોકપ્રિય, ક્વિક અને ફ્લેવરફુલ ડિશ છે. ‘પોડી’ એ અડદની દાળ, જીરું, મરી અને સૂકા મરચાંને શેકીને બનાવવામાં આવતો એક ખાસ સુગંધિત પાઉડર છે.
પોડી મસાલા રાઈસ જ્યારે આ દેશી મસાલાને ઘી, રાઈ, મીઠા લીમડાના વઘાર અને ડુંગળી-ટામેટાના મિશ્રણ સાથે બાફેલા ચોખામાં મિક્સ કરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ અદ્ભુત લાગે છે.
પોડી મસાલા રાઈસ રેસીપી
સામગ્રી
25 ગ્રામ અડદની દાળ
1 ચમચી જીરું
15 ગ્રામ શેકેલા ચણા
1/4 ચમચી હિંગ
1/2 ચમચી કાળા મરી
2 નંગ સૂકા લાલ મરચા
2 ચમચી દેશી ઘી
1 ચમચી રાઈ
1 ચમચી અડદની દાળ
2 ડાળી મીઠા લીમડાના પાન
2 નંગ ડુંગળી
2 લીલા મરચા
1 ટામેટા
2 નંગ મીઠું
1/2 ચમચી લાલ મરચાનો પાવડર
1/2 ચમચી બાફેલા ચોખા 200 ગ્રામ પોડી મસાલો
2 ચમચી કોથમીર
1 ચમચી દેશી ઘી
પોડી મસાલા રાઈસ બનાવવાની રીત
સૌ પ્રથમ કડાઈમાં તેલ વગર અડદની દાળ, જીરું, શેકેલી ચણાની દાળ , હિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં ધીમી આંચ પર સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
આ બધી સામગ્રી ઠંડી થાય એટલે તેને મિક્સર જારમાં લઈને અધકચરી પીસી લો. તમારો સુગંધિત પોડી મસાલો તૈયાર છે.
હવે એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરીને તતડાવો. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને બારીક કાપેલા લીલા મરચાં ઉમેરીને સાંતળો.
હવે વઘારમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલું ટામેટું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ટામેટા નરમ થાય ત્યાં સુધી પકાવો.
ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં લાલ મરચાનો પાવડર અને તૈયાર કરેલો પોડી મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.હવે આ મસાલામાં બાફેલા ચોખા ઉમેરો. ભાતના દાણા તૂટે નહીં તે રીતે હળવા હાથે બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
ધીમી આંચ પર માટે થવા દો જેથી મસાલાનો સ્વાદ ભાતમાં બેસી જાય, ગેસ બંધ કરી ઉપરથી દેશી ઘી અને ફ્રેશ ઝીણા સમારેલા કોથમીર ભભરાવો કરો. ગરમાગરમ અને ચટાકેદાર પોડી મસાલા રાઈસ રાયતા કે પાપડ સાથે સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે.

