Site icon Revoi.in

ઘરે બનાવો મસાલેદાર ટામેટા લસણીયા ભાત, જાણો રેસીપી

Social Share

રેસીપી, 30 મે 2026: Spicy Tomato Garlic Rice જ્યારે લંચ કે ડિનરમાં કંઈક ઝટપટ અને એકદમ ટેસ્ટી બનાવવું હોય, ત્યારે ટામેટા લસણીયા ભાત બેસ્ટ ચોઇસ છે. ટામેટાની ખટાશ, લસણની તીખી ફ્લેવર અને ટીક્કા મસાલાનો ચટાકો આ ભાતને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપે છે.

જો અગાઉ બનેલા બચ્યા હોય, તો આ રેસીપી માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે, મસાલેદાર અને ચટાકેદાર વાનગી ખાવાના શોખીનો માટે ટામેટા લસણીયા ભાત (Spicy Tomato Garlic Rice) એક બેસ્ટ વિકલ્પ છે.

સામગ્રી

4-5 ટામેટાં

10-15 લસણની કળી

1 કાપેલી ડુંગળી

સમારેલી કોથમીર

1 ચમચી મીઠું

1 ચમચી લાલ મરચું પાવડર

1-2 ચમચી ટીક્કા મસાલો

1/2 ચમચી ધાણા પાવડર

1/2 ચમચી હળદર પાવડર

2 કપ કપ બાફેલા ભાત

1/2 લીંબુનો રસ

મસાલેદાર ટામેટા લસણીયા ભાત બનાવવાની રીત

સૌથી પહેલા ટામેટાં અને એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો ત્યારબાદ એમાં લસણની કળીઓ, ડુંગળી, કોથમીર નાખીને પીસી લો.

તેને બરાબર મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચઢવા દો,  ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ટીક્કા મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મસાલાને 1 મિનિટ માટે સાંતળો.

હવે આ મસાલેદાર ગ્રેવીમાં 2 કપ બાફેલા ભાત ઉમેરો. હળવા હાથે મિક્સ કરો જેથી ભાતના દાણા તૂટી ન જાય અને બધો મસાલો ભાત સાથે ભળી જાય, છેલ્લે ગેસ બંધ કરી, ઉપરથી લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો.

Exit mobile version