Site icon Revoi.in

દશેરા પર બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ,તહેવારની મજા બમણી થઈ જશે

Social Share

ભારતીય તહેવારોમાં દશેરા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દરમિયાન લોકો અનેક પ્રકારની વાનગીઓ બનાવીને તેમના તહેવારોની સુંદરતામાં વધારો કરે છે.જો તમે પણ આ દશેરા પર કોઈ ખાસ વાનગી બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે આ બે વાનગીઓ ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે…

મિષ્ટી દોઇ

આ દશેરા પર તમે બંગાળની લોકપ્રિય વાનગી મિષ્ટી દોઇ બનાવીને ખાઈ શકો છો.આ વાનગીના શાનદાર સ્વાદથી તમારા તહેવારની મજા બમણી થઈ જશે.

સામગ્રી

દૂધ – 3 લિટર
ખાંડ – 500 ગ્રામ
ડ્રાય ફ્રુટ્સ- 2 કપ
દહીં – 130 ગ્રામ

બનાવવાની રીત

1. સૌથી પહેલા કડાઈમાં દૂધને સારી રીતે ગરમ કરો.
2. આ પછી તેમાં ખાંડ નાખીને ઉકાળો.
3. વચ્ચે વચ્ચે દૂધને સારી રીતે હલાવતા રહો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી પકાવો.
4. આ પછી દૂધને ગેસ પરથી ઉતારી લો.
5. એક કડાઈમાં તૈયાર કરેલી ખાંડ નાખીને ગરમ કરો.
6. ખાંડને ધીમી આંચ પર પકાવો. ખાંડ બળી ન જાય તેનું ધ્યાન રાખવું.
7. આ પછી તેમાં દહીં ઉમેરો. દહીંને ખાંડમાં સારી રીતે ઓગળવા દો.
8. તૈયાર મિશ્રણને કપડાથી ઢાંકીને 5-6 કલાક માટે ગરમ જગ્યાએ રાખો.
9. નિર્ધારિત સમય પછી, જેમ દૂધ જામી જાય, તેને 3-4 કલાક માટે ફ્રીજમાં રાખો.
10. તમારી મિષ્ટી દોઇ તૈયાર છે. ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

શ્રીખંડ

તમે આ દશેરાએ ગુજરાત અને મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગી શ્રીખંડ બનાવી શકો છો.શ્રીખંડના ખાસ સ્વાદ સાથે તમે દશેરાની મજા માણી શકો છો.

સામગ્રી

દહીં – 600 ગ્રામ
ખાંડ – 200 ગ્રામ
એલચી પાવડર – 4 ગ્રામ
કેસર – 6 ગ્રામ
ગુલાબ જળ – 5 ચમચી
ડ્રાય ફ્રુટ્સ – 2 કપ

બનાવવાની રીત

1. સૌથી પહેલા કેસરને દૂધમાં સારી રીતે પલાળી લો.
2. આ પછી એક કપડામાં દહીં નાખીને 3-4 કલાક માટે ઠંડી જગ્યાએ રાખો.
3. પછી દહીંને ચાળણીથી ગાળીને તેમાં ખાંડ મિક્સ કરો.
4. હવે તેમાં કેસર, ગુલાબજળ અને એલચી પાવડર ઉમેરો.
5. તમારું દહીં શ્રીખંડ તૈયાર છે. ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો