Site icon Revoi.in

દિવાળીના પર્વ પર તમારા ઘરને બનાવો સુંદર અને આકર્ષક, ફુલોથી ઘરને સજાવા જાણીલો આ કેટલીક ટ્રિક

Social Share

સાહિન મુલતાની-

દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, દરેક ઘરોમાં દિવાળીની સાફ સાફાઈ થઈ રહી છે ત્યારે હવે દિવાળીમાં પોતાના ઘરને કઈ રીતે સજાવવું તે અંગેની પણ ચર્ચાઓ અને સાથે તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે, તો આજે આપણે પણ કેટલીક એવી જ ટિપ્સ વિશે વાત કરીશું કે દિવાળીમાં ઘરની દિવાલ, ઘરના ખુણાઓ, ઘરનું આગંણું અને ઘરના દરવાજાઓને  શુશોભીત કરશે, આ માટે આપણે રિયલ ફુલોથી ઘરની શોભામાં ચાર ચતાંદ લગાવીશું

આજકાલ માર્કેટમાં સરળતાથી ગલગોટાના ફુલો જેને આપણે મેરિગોલ્ડ કરીએ છીએ તે મળી જાય છે, તેના માટે પીળા અને કેસરી રંગના ફૂલોથી તમે તમારા ઘરના દરવાજાની સાઈડમાં રંગોળી કરી શકો છો, આ ફુલોની રંગોળી તમારા ઘરની બાહ્ય સુંદરતા વધારે છે., સાથે જ એક આકર્ષક લૂક  તમારા એન્ટર ગેટને મળશે.

તમારા ઘરના ખૂણાને ફુલોથી આકર્ષિત બનાવો

ખાસ કરીને ઘરના ખુણાઓ સુના અને ખાલી લાગતા હોય છે, તો આ માટે તમારે ગલગોટાના ફ્લાવરની મોટી લાંબી શેરો બનાવીને ખુણા પર લટકાવી દેવાની જેથી ઘરના ખુણાઓ પર ફુલોની શેર શોભશે, આના માટે તમે સેલો ટેપનો ઉપયગ કરી શશેર બનાવીને તેને ઘરના ખુણે ખુણે લગાવી કો છો.

દરવાજા પર લગાવો ફુલોનું તોરણ

તમારા ઘરના દરવાજા પર ગલગોટાના ફુલોનું તોરણ લગાવીને તેને આકર્ષક લૂક આપી શકો છો, આવનારા મહેમાનું સ્વાગત ઉંબરેથી કરવા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે, આ સાથે જ તમે આ તોરણમાં શુભ ગણાતા આસોપાલવના પાન પણ જોડી શકો છો.

ઘરના આંગણને ફુલોની માટલીથી સજાવો

આજકાલ માટલીમાં ફુલોની શેરનો ટ્રેન્ડ જોવા મળે છે, આ ખાસ કરીને ઘરના આંગણમાં પ્રવેશવાના મારેગ માટલીઓને રંગીને મૂકવામાં આવે છે, અને તે માટચલીઓની અંદર ફુલોની લાંબી લાંબી શેરો બહાર આવતી હોય જેમ પાણીની ઘાર પડે તે રીતે સજાવવામાં આવે છે, આ લૂકથી તમારા ઘરનું આગંણું ખૂબ શોભી ઉઠશે તો આ દીવાળી પર ચોક્કસ આ ડેકોરેશન અપનાવીિને તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દો.