Site icon Revoi.in

રજનીકાંતની ‘જેલર’ ને લઈને મેકર્સની મોટી જાહેરાત,વીડિયો પણ આવ્યો સામે

Social Share

ચેન્નાઈ: પૈન ઈન્ડિયા સ્ટાર રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જેલર’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મેકર્સ એક પછી એક ફિલ્મના ગીતો રિલીઝ કરીને ચાહકોમાં ધૂમ મચાવી રહ્યા છે. હવે ફરી એકવાર મેકર્સે ફિલ્મની રિલીઝ પહેલા ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. આ ફિલ્મ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં ફિલ્મની રિલીઝ પહેલા એક મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે.

વાસ્તવમાં પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ‘જેલર’ની ઓડિયો લોન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ વીડિયોમાં રજનીકાંત સહિત ફિલ્મના તમામ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જેકી શ્રોફ પણ જોઈ શકાય છે. વિડીયો શેર કરતા લખવામાં આવ્યું છે કે “પ્રતીક્ષા પૂરી થઈ ગઈ! ચેન્નાઈના નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં 28મી જુલાઈના રોજ જેલરના સ્ટાર-સ્ટડેડ ઑડિયો લૉન્ચ માટે તૈયાર રહો.

વીડિયોમાં તમન્ના ભાટિયા અને રામ્યા કૃષ્ણનની ઝલક પણ જોઈ શકાય છે. રજનીકાંતની છેલ્લી ફિલ્મ અન્નત્તા બાદ ચાહકો ‘જેલર’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં રજનીકાંત જેલરના રોલમાં જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મનું શૂટિંગ ત્રણ જેલની અંદર કરવામાં આવ્યું છે. નેલ્સન દિલીપકુમારે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મનું શૂટિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન પર છે. એવું માનવામાં આવે છે કે પોસ્ટ પ્રોડક્શનનું લગભગ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે.

Exit mobile version