Site icon Revoi.in

મેલેશિયાએ કર્યું ખંડન, ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી

Social Share

મલેશિયાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી. આના પહેલા એવા અહેવાલ હતા કે મલેશિયાની સરકારે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે મલેશિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આવા અહેવાલો સાચા નથી.

આના પહેલા મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પણ ઝાકિર નાઈકનું સમર્થન કર્યું હતું. ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ પર મહાતિર મોહમ્મદે કહ્યુ છે કે જો ભારતમાં તેને યોગ્ય ટ્રાયલ નહીં મળે, તેને અમે પ્રત્યાર્પિત કરીશું નહીં. થોડાક દિવસો પહેલા ઝાકિર નાઈકે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. મહાતિરે કહ્યુ હતુ કે જ્યાં સુધી ઝાકિર નાઈક અમારા દેશ માટે કોઈ મુશ્કેલી પેદા કરતો નથી, ત્યાં સુધી તેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ છે કે ભારતે જાન્યુઆરીમાં મલેશિયાની સરકારને ઝાકિર નાઈકને સ્વદેશ પાછો મોકલવાનો ઔપચારીક અનુરોધ કર્યો હતો. ઝાકિર નાઈકે ભારતમાં નફરત ફેલાનારા પોતાના ભાષણોથી યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ માટે ઉશ્કેરવા અને મની લોન્ડ્રિંગ જેવા મામલામાં આરોપી છે.

મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે ઝાકિર નાઈકને 31 જુલાઈએ શારીરિકપણે રજૂ થવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે જો ઝાકિર નાઈક હાજર નહીં થાય, તો બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરશે. કોર્ટમાં ઈડીએ બિનેજામીનપાત્ર વોરંટ જાહેર કરવાની અરજી આપી હતી.