Site icon Revoi.in

મલેશિયાના પીએમનો દાવો-PM મોદીએ ઝાકીર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરી નથી

Social Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ઘર્મગુરુ ઝાકીર નાઈકને ક્યારેય મેલેશિયાથી પરત મોકલવાની વિનંતી કરી નથી,આ દાવો મલેશિયાના પ્રધાનમંત્રી મોહમ્મદે કર્યો છે,તેમણે કહ્યું કે, “ઘણા બધા દેશો પોતાના દેશમાં નાઈકને આશરો આપવા માંગતા નથી,હું પીએમ મોદીને મળ્યો હતો પરંતું તેમણે ઝાકીર નાઈકને પરત મોકલવા માટે કઈજ કહ્યું નથી,આ વ્યક્તિ નાઈક ભારત માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે”

મલેશિયાના પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મદે વધુંમાં જણાવ્યું હતું કે, “ઝાકીર નાઈક આ દેશનો નાગરીક નથી,તેને ભૂતકાળની સરકાર દ્વારા અહિયા રહેવા માટે કાયમી દરજો આપવામાં આવ્યો હતો,,સ્થાયી રહેવાસીઓએ અહીયાની વ્યવસ્થા કે રાજનિતી પર કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરવાનો અધિકાર નથી,તેણે તે વાતનું ઉલ્લંધન કર્યું છે,જેના કરાણે તેને હવે કઈ પણ કહેવાની કે બોલવાની પરવાનગી નથી ”

જો કે પૂર્વમાંથી એવા સમાચાર મળ્યા હતા કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રુસની મુલાકાત વખતે પોતાના મલેશિયાઈ સમકક્ષ મહાથિર મોહમ્મદ સાથે ઝાકીર નાઈકના પ્રત્યાર્પણના મુદ્દાને ઉઠાવ્યો હતો,નાઈક એક ભગોડો છે તેણે મલેશિયામાં શરણ લીધું છે.

નરેન્દ્ર મોદી રુસના વ્લાદિવોસ્તોકમાં આયોજીત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, ત્યા તેમણે કાર્યક્રમ બાદ મોહમ્મદ સાથે પોતાની દ્રિપક્ષીય બેઠક દરમિયાન આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો,વિદેશ સચિવ વિજય ગોખલેએ આ બેઠકના સંબંઘમાં મીડિયાકર્મીઓને જાણકારી આપી હતી. નાઈકના પ્રત્યાર્પણના સંબધમાં એક સવાલનો જવાબ અપતા ગોખલે કહ્યું કે, એ વાત નક્કી કરવામાં આવી છે કે, બન્ને દેશોના અધિકારીઓ સંપર્કમાં રહેશે,જો કે  બાબતે ગોખલે વિસ્તાર પૂર્વક કોઈ વાત કરી નહોતી.