Site icon Revoi.in

ભારતની વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવના નેતાએ હવે કર્યું તિરંગાનું અપમાન

Social Share

નવી દિલ્હી:  માલદીવના મંત્રીઓ ભારતની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. પહેલા વિવાદીત ટીપ્પણીને લઈને સસ્પેન્ડ થઈ ચુકેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક કરી છે. જો કે તેમમે વિવાદીત પોસ્ટને બાદમાં ડિલીટ કરીને માફી માંગી છે. ખાસ વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂને ચીન સમર્થક માનવામાં આવે છે. તે સતત માલદીવથી ભારતીય સૈનિકોને પાછા બોલાવવાની ભારત સમક્ષ માગણી કરી રહ્યા છે.

માલદીવના વિપક્ષી દળ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીને નિશાન બનાવવા માટે શિઉનાએ સોશયલ મીડિયા પોસ્ટ કરી હતી. હવે ડિલીટ થઈ ચુકેલી તે પોસ્ટમાં પાર્ટીના લોકોની જગ્યા ભારતીય તિરંગામાં રહેલા અશોક ચક્રને લગાવી દીધું હતું.

શિઉના હવે માફી માંગતા દેખાય રહ્યા છે. તેમણે કહ્યું છે કે હું તાજેતરમાં કરવામાં આવેલી સોશયલ મીડિયા પોસ્ટ બાબતે વાત કરવા માંગુ છું, જે ચર્ચામાં છે અને આલોચનાનો શિકાર છે. હું તાજેતરની પોસ્ટને કારણે કોપણ પ્રકારના ગુંચવાડા માટે માફી માંગુ છું.

તેમણે લખ્યું છે કે મારા ધ્યાનમાં એ વાત લાવવામાં આવી છે કે એમડીપીના જવાબમાં મારા તરફથી વાપરવામાં આવેલી તસવીર ભારતીય ઝંડા સાથે મળતી છે. હું આ સ્પષ્ટ કરવા માંગુ છું કે આવું અજાણતાથી થયું હતું અને હું કોઈપણ ગલતફેમી માટે ગંભીરતાથી માફી માંગુ છું. માલદીવ ભારતની સાથે પોતાના સંબંધોનું સમ્માન કરે છે.