Site icon Revoi.in

મમતા બેનર્જીએ ચંદ્રયાન 3 ની સફળતાના બોલ બગાડ્યા, ‘રાકેશ શર્મા’ને બદલે બોલાઈ ગયું ‘રાકેશ રોશન’નું નામ, સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

કોલકાતાઃ- ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગને લઈને દેશભરના નેતાઓ મંત્રીએ શુભેચ્છા પાઠવી રહ્યા છે જો કે આ શ્રેણીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ કંઈક વઘારે પડતું છવાયેલું જોવા મળ્યું છે અને તેનું કારણ એ છે કે મમતા બેનર્જીએ આ સફળતાના નિવેદનમાં પોતાના બોલ બગાડ્યા છે.

વાત જાણે એમ છે કે  વિતેલા દિવસને બુધવારે એક કાર્યક્રમ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના મંત્રીની જીભ લપસી ગઈ હતી અને તેણે અવકાશયાત્રી રાકેશ શર્માને બદલે ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાકેશ રોશનનું નામ લીધું હતું.

મમતા બેનર્જીનું રાકેશ શર્માને બદલે રાકેશ રોશનનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે તમે બધા જાણો છો કે જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે ચંદ્ર પર માણસ મોકલ્યો હતો. અમે યુવાન હતા મને હજુ પણ યાદ છે કે છેલ્લી વખત જ્યારે રાકેશ રોશન ચંદ્ર પર ઉતર્યા હતા ત્યારે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું દેખાય છે?

 

જાણકારી પ્રમાણે આ ભાષમમાં તેમણે કહ્યું કે જ્યારે રાકેશ રોશન ચંદ્ર પર ઉતર્યા હતા. સભાને સંબોધતા મમતા બેનર્જી ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અહીં હાજર તમામ લોકો વતી, બંગાળની જનતા અને દેશવાસીઓ વતી હું ઈસરોના વૈજ્ઞાનિકોને અગાઉથી અભિનંદન આપું છું… તેઓ આ વખતે સફળ થશે.  ત્યારે હવે મ મતાજીની રાકેશ રોશન વાળી સ્પિચનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આ વીડિયો પણ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.