Site icon Revoi.in

ગરીબી સામે ‘મા’ ની મમતા બની લાચાર – માત્ર 3 દિવસના પોતાના બાળકને 1.78 લાખમાં વેચી દેવા મજબૂર બની

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્ર રાજ્યમાં તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,અહમદનગર જીલ્લાના શેરડી શહેરની આ ઘટના છે, જેમાં એક મહિલાએ પોતાની અતિશય કંગાળ સ્થિતી અને ગરીબીને કારણે પોતાના જ ત્રણ વર્ષના બાળકને મુંબઈના એક વ્યક્તિને 1 લાખ 78 હજારમાં કથિત રીતે વેચી દીધુ હતું,જો કે આ મામલે પોલીસને બુધવારના રોજ જાણ થઈ.

અહીં સ્થિત ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે નોંધાયેલી ફરીયાદના આધાકે, પોલીસે મહિલા, બાળક ખરીદનાર વ્યક્તિ અને આ ગુનામાં મહિલાની મદદ કરનાર આમ કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ મામલે સમગ્ર માહિતી આપી હતી, આ માહિતી પ્રમાણે  જાણવા મળ્યું છે કે ,એક મહિલાએ સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે બાળકને ઉછેરવામાં તે ખૂબ અસમર્થ હતી, તેથી તેણે બાળક વેચવા માટે ખરીદદારની શોધ શરૂ કરી, જેથી તે બાળકને બીજાને સોંપી શકે અને થોડા ઘણા પૈસા મળી શકે છે તેણે કહ્યું કે અહમદનગર અને થાણેની કલ્યાણ અને મુલુંડની ત્રણ મહિલાઓએ તેને આ કામમાં મદદ કરી અને તેણે મુલુંડના રહેવાસી વ્યક્તિને બાળક વેચવાનો સોદો કર્યો.

નોઁધાયેલી ફરીયાદ મુજબ જો વાત કરીએ તો બાળકની માતાએ અન્ય આરોપીઓ સાથે મળીને કથિત રીતે બાળકને રૂ. 1.78 લાખમાં વેચી દીધું હતું અને તેના માટે કોઈ કાનૂની ઔપચારિકતા પૂરી કરી ન હતી. અધિકારીએ જણાવ્યું કે માહિતીના આધારે પોલીસે તે વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા અને બાળકને પોતાના પાસે લીધી હતું

ત્યાર બાદ હવે આ મહિલા સામે ભારતીય દંડ સંહિતા અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની વધુ તપાસ હાલ ચાલી રહી છે.