Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાશે

Social Share

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-પાંચ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો રહેશે. નહી તો 72 કલાક જુનો આરટીપીસીઆર ટેસ્ટ દેખાડવાનો રહેશે. જો ટેસ્ટ નહી હોય તો ગેટ પર ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ સંકુલમાં પ્રવેશ મળશે.

રાજ્યના પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રોજબરોજ હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે. હાલ કોરોના મહામારીનો કહેર સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓનું થર્મલ ગનથી સ્કેનિંગ કરીને જ તેમને જવા દેવામાં આવી રહ્યા છે. પરંતુ હવે નવો કોરોના સ્ટ્રેઈન હોય તેવી વ્યક્તિને તાવ જેવા લક્ષણ પણ દેખાતા નહી હોવાનાં કારણે તંત્ર દ્વારા હવે ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર -પાંચ ખાતે જ્યાંથી પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવે છે, ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો કોઈ પ્રવાસીના શરીરનું તાપમાન વધુ હોઈ અને જો એનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોઈ તો તેમને સ્ટેચ્યુના પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પ્રવાસીને ત્યાંથી જ પોતાના જિલ્લામાં સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે. બે દિવસમાં લગભગ 500 જેટલા પ્રવાસીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમને આપવામાં નથી આવ્યો અને રિપોર્ટ નેગેટિવ હોય તેવા પ્રવાસીઓને પ્રવેશ અપાય રહ્યો છે

Exit mobile version