Site icon Revoi.in

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે કેરીના પાનનું કરી શકાય છે સેવન

Social Share

કેરીના પાંદડા વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી જેવા વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં સ્ટેરોયડ, આલ્કલોઇડ્, રાઇબોફ્લેવિન, થાયમિન, ફેનોલિક, બીટા કેરોટિન, ફ્લેવોનોઇડ્સ વગેરે જેવા સંયોજનો છે. કેરીના પાંદડા ટેરપેનોઈડસ અને પોલિફેનોલ્સથી ભરપુર હોય છે.તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાં બળતરા સામે લડે છે.

પેટ સાથે સંબંધિત સમસ્યાઓ માટે કેરીના પાનનું સેવન કરી શકાય છે. આ માટે તમે કેરીના પાન રાતોરાત ગરમ પાણીમાં નાંખો અને તેને ઢાંકીને રાખો. સવારે આ પાણીને ગાળી લો અને ખાલી પેટે તેનું સેવન કરો.

કેરીના પાનનો ઉપયોગ ત્વચાના ઘાને મટાડવા માટે કરી શકાય છે. ઘાને મટાડવા માટે તમે કેરીના પાનની પેસ્ટ લગાવી શકો છો.

કેરીનાં પાન ખાંસીથી રાહત માટે વાપરી શકાય છે. આ માટે તમે કેરીના પાનનો ઉકાળો બનાવી શકો છો. તમે તેમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

બ્લડપ્રેશરને અંકુશમાં રાખવા માટે કેરીના પાનનો ઉપયોગ કરી શકાય છે. કેરીના પાન ઉકાળીને તેનો ઉકાળો બનાવો અને તેનું સેવન કરી શકાય છે

Exit mobile version