Site icon Revoi.in

એશિયા કપમાં મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ,બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની

Social Share

મુંબઈ:દેશની નંબર વન મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયા કપ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં હિના હયાતાને 4-2થી હરાવ્યું. હિના હયાતાનું રેન્કિંગ છઠ્ઠું છે.તેણીએ આ ટુર્નામેન્ટ ત્રણ વખત જીતી છે.આ અનુભવી ખેલાડીને હરાવીને મનિકાએ દેશનું નામ રોશન કર્યું.

1.63 કરોડની ઈનામી રકમની ટૂર્નામેન્ટના છેલ્લા ચારમાં પહોંચનારી મનિકા પ્રથમ ભારતીય મહિલા હતી.સેમિફાઇનલ મેચમાં તેને જાપાનની ચોથી ક્રમાંકિત મિમા ઇતોએ હાર આપી હતી. બિનક્રમાંકિત મનિકા કોન્ટિનેંટલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં વિશ્વની પાંચમા નંબરની ખેલાડી સામે હારી ગઈ હતી. મીમા ઇતોએ તેને 8-11 11-7 7-11 6-11 11-8 7-11 (2-4) થી હરાવી હતી.

39 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં શરથ કમલે 2015માં અને જી સાથિયાને 2019માં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.એશિયાના ટોચના 16-16 પેડલર્સ વર્લ્ડ રેન્કિંગ અને લાયકાતના આધારે ટૂર્નામેન્ટમાં રમે છે