Site icon Revoi.in

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, હજી પણ 60 લોકો ગુમ,20થી વધુ  લોકોને બચાવાયા

Social Share

ઈમ્ફાલ – ણીપુરમાં ભૂસ્ખલનને લઈને મૃત્યુઆંક વધતો જ જઈ રહ્યો છે.ત્યારે હવે કુલ 14 લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. ઘણા લોકોના મૃતદેહ  બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 23 લોકોને  સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

જો કે ચિંતાજનક વાત એ છે કે આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લગભગ 60 લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુમ થયેલા લોકોમાં સ્થાનિક ગ્રામજનો, ટેરિટોરિયલ આર્મીના જવાનો, રેલવે કર્મચારીઓ અને મજૂરોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જે હજુ પણ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, આ કુદરતી આફત નોની જિલ્લાના તુપુલ રેલવે સ્ટેશન પાસે સર્જાય છે. અહીં જીરીબામથી ઈમ્ફાલ જતી અન્ડર-કન્સ્ટ્રકશન રેલ્વે લાઈનની સુરક્ષા માટે તૈનાત 107 ટેરિટોરિયલ આર્મીની આખી કંપની પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ટેરિટોરિયલ આર્મીના 7 સૈનિકોના મોત થયા છે, અને 23 સૈનિકો ગુમ છે. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદના કારણે બચાવકાર્ય માં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

ઘાયલોને નોની આર્મી મેડિકલ યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન NDRF-SDRFના જવાનો સવારથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલું જોવા મળે  છે. દરમિયાન, મણિપુર નોનીના ડીજીપીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને પણ મદદ કરવાની ખાતરી આપી છે.