Site icon Revoi.in

મનોજ જરાંગે મરાઠા આરક્ષણ ખતમ કરી ઉપવાસ સમાપ્ત કર્યા, શિંદે સરકારને 2 મહિનાનો સમય આપ્યો

Social Share

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરુ હતું ત્યારે હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા નવ દિવસથી ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળનો અંત કર્યો છે.

આ મરાઠા નેતાએ પોતાની માંગણીનો પૂર્મ કરવા માટે મહારાષ્ટ્રની શિંદે સરકારને  બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો 2 જાન્યુઆરી સુધીમાં અનામત નહીં મળે તો મુંબઈમાં ફરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

આ આંદોલના નેતાએ આંદોલનને લઈને કહ્યું કે અમે સરકારને 2 જાન્યુઆરી સુધીનો સમય આપી રહ્યા છીએ અને સ્પષ્ટતા કરી કે તેઓ હાલ પૂરતું ભૂખ હડતાળ પતાવી રહ્યા છે. મનોજ જરાંગેએ કહ્યું કે સરકાર મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા તૈયાર છે. આ ખાસ કરીને મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે છે. જો આંશિક અનામતનો નિર્ણય લેવાયો હોત તો અમારા એક ભાઈ નારાજ થયા હોત અને બીજો ખુશ હોત. સૌની દિવાળી સારી રહે. હું નથી માનતો કે એક મીઠી છે અને બીજી કડવી છે

ઉલ્લેખનીય છે કે નિવૃત્ત ન્યાયાધીશો એમ.જે. ગાયકવાડ અને સુનીલ શુકરે આજે અંતરવાળી સરાતીમાં ગયા હતા અને મનોજ જરાંગે પાટિલને મળ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત, ધનંજય મુંડે અને અન્ય નેતાઓ ત્યાં હાજર હતા. આ દરમિયાન તેણે મનોજ જરાંગે પાટીલને કાયદાકીય પાસાઓ વિશે જણાવ્યું. અમે OBCના આરક્ષણ સાથે સમાધાન કર્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવા માંગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું હતું. અનેક નેતાઓના ઘરો અને પાર્ટી કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 160 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આંદોલનના હિંસક સ્વરૂપને જોતા વહીવટીતંત્રે રાજ્યના ટોચના નેતાઓના ઘરો અને રાજકીય પક્ષોના કાર્યાલયો પર સુરક્ષા  બંદોબસ્ત ગોઠવાયો હતો.