Site icon Revoi.in

મનસુખ માંડવિયાએ 76મી વિશ્વ આરોગ્ય સભામાં સંબોધન કર્યું

Social Share

દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અને વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ દુનિયાભરના આરોગ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં ‘સૌના માટે સ્વાસ્થ્ય’ થીમને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલી વિશ્વ આરોગ્ય સભાના 76મા સત્રમાં સંબોધન આપ્યું હતું.

ડૉ. માંડવિયાએ આરોગ્ય કટોકટી બાબતે સજ્જતા, તબીબી પ્રતિરોધકની સુલભતા અને ડિજિટલ આરોગ્ય બાબતે G20 ભારતની આરોગ્ય સંબંધિત પ્રાથમિકતાઓને ગણાવતા જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહમારીના કારણે ઉભા થયેલા અભૂતપૂર્વ સંજોગોએ વધુ કનેક્ટેડ દુનિયા માટેના એજન્ડાને વધુ મજબૂત બનાવવા માટે સેવા આપી છે, જે ભવિષ્યમાં આવનારા આરોગ્યલક્ષી પડકારો સામનો કરવા માટે સજ્જ છે.” કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પ્રાદેશિક નેટવર્ક અને ડિજિટલ આરોગ્ય માટે વૈશ્વિક પહેલ દ્વારા વિતરિત વિનિર્માણ તેમજ સંશોધન અને વિકાસ (R&D)ની મદદથી વૈશ્વિક તબીબી પ્રતિરોધક પ્લેટફોર્મનો પ્રસ્તાવ મૂક્યો હતો. વધુ વિગત આપતા, તેમણે જણાવ્યું હતું કે, “વૈશ્વિક તબીબી પ્રતિરોધક પ્લેટફોર્મનો ઉદ્દેશ તમામ દેશોને સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ, સસ્તા તબીબી પ્રતિરોધકોની સમાન સુલભતા સુનિશ્ચિત કરવાનો છે.”

ડૉ. માંડવિયાએ વૈશ્વિક ડિજિટલ વિભાજનને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને આગળ ઉમેર્યું હતું કે, “ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલ વિશ્વ માટે અને ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC) સહિત સમગ્ર દુનિયા માટે ડિજિટલ ટૂલ્સના કસ્ટમાઇઝેશન અને લોકશાહીકરણ માટે ડિજિટલ સાર્વજનિક વસ્તુઓના પ્રચાર પર સર્વસંમતિ સાધવાની સુવિધા પૂરી પાડશે.” તેમણે એ બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, “ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલનો ઉદ્દેશ્ય સંસ્થાગત માળખા તરીકે કામ કરવાનો છે અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉદ્દેશ્યમાં રાખેલા ડિજિટલ ઉકેલો માટે ચપળ અને તેને યોગ્ય હોય તેવા ઉકેલો પ્રદાન કરવાનો છે.” ડૉ. માંડવિયાએ ની-ક્ષય પ્લેટફોર્મનો પણ આરોગ્ય ટેકનોલોજીઓમાં આવિષ્કાર અને રોકાણના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો હતો અને આરંભથી અંત સુધી દર્દીની સંભાળ, પ્રદાતા વર્કફ્લો અને પ્લેટફોર્મમાં સમાવવામાં આવેલી સંભાળના કાસ્કેડ દ્વારા પ્રમાણિત ભારતના પોતાના ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને ક્ષય રોગને નાબૂદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

વિશ્વ આરોગ્ય સંગઠને “સૌના માટે સ્વાસ્થ્ય”ના એજન્ડાને પ્રાધાન્ય આપ્યું તે બદલ તેમની પ્રશંસા કરતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ થીમ G20ની ભારતની અધ્યક્ષતાની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ તેમજ “અંત્યોદય”ની કલ્પના એટલે કે છેવાડે રહેલી છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવાની કલ્પનાનો પડઘો પાડે છે.” કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિશ્વ પર કોવિડ-19ની અસર પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે, આ મહામારીએ ખરેખરમાં આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર અસર કરી છે, તેમ છતાં ‘સૌના માટે સ્વાસ્થ્ય’ના આપણા વિઝનને ખરેખરમાં સાર્થક કરવા અને આવનારી પેઢીઓ માટે આરોગ્યપ્રદ ભવિષ્યની ખાતરી કરવા માટે ગતિ જાળવી રાખવી અને સાથે મળીને કામ કરવું એ ખૂબ જ જરૂરી છે.