Site icon Revoi.in

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત – ગાઢ ઘુમ્મસના કારણે અનેક ટ્રેનો મોડી પડી

Social Share

દિલ્હીઃ-ઉત્તર ભારતમાં શીત લહેરએ જીવન જીવન પર માછી અસર પાડી છે, પહાડી  વિસ્તારોમાં ચાલી રહેલી હિમવર્ષાને કારણે લોકોને ઠંડીમાં ઠુઠવી રહી છે, સમગ્ર ઉત્તર ભારતના લોકો હાલ ઠંડા પવનો, ધુમ્મસ અને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યો છે. દિલ્હી, યુપી, હરિયાણા સહિતના મોટાભાગના રાજ્યોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ જોવા મળીરહ્યું છે, જેના કારણે લોકોને દૈનિક કામમાં પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે,

ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા પણ ઓછી થઈ રહી છે. જેની અસર ટ્રેન અને ફ્લાઇટ્સ પર પણ પડી રહી છે. શનિવારે સવારે પણ 10 ટ્રેન વિઝિબિલીટી ઓછી હોવાને કારણે મોડી દોડતી જાવા મળી હતી. ઠંડીનો પ્રકોપ જાન્યુઆરીના આ મહિનામાં ઉચ્ચ સ્થાન પર નોંધાઈ રહ્યો છે.

ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી થવાછી કેટલીક  ટ્રેનોની ગતિ ધીમી પડી છે. ઉત્તરી રેલ્વેના જણાવ્યાપ્રમાણે , આજે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે ધુમ્મસને કારણે ઓછામાં ઓછી 10 ટ્રેનો મોડી દોડી રહી છે.

હવામાન વિભાગે આપેલી જાણકરાીલ પ્રમાણે સક્રિય પશ્ચિમી ખલેલને કારણે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પર્વતોવાળા વિસ્તારોમાં બરફવર્ષા થવાની સંભાવના છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેશે અને ઠંડીથી રાહતની સંભાવના બિલકુલ  નથી. એટલે કે, લોકોને આગળના દિવસોમાં પણ  ઠંડીનો સામનો કરવો પડશે. આ સાથે જ, આગામી બે દિવસ સુધી રાજધાની દિલ્હીમાં પણ કોલ્ડ વેવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય તાપમાનથી નીચે નોંધાય રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું છે. જ્યારે મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં હળવું ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

સાહિન-