Site icon Revoi.in

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા,મોટા ભાગની કામગીરી એપ્રિલ-2થી રાબેતા મુજબ શરૂ થશે

Social Share

રાજકોટ:નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડની મોટાભાગની કામગીરી શરૂ કરવામાં આવશે.

જો વાત કરવામાં આવે બેડી માર્કેટિંગ યાર્ડની તો યાર્ડ 24થી 1 એપ્રિલ, ઉપલેટા યાર્ડ 25થી 31 માર્ચ, જસદણ યાર્ડ 24થી 1 એપ્રિલ, જામજોધપુર યાર્ડ 25થી 3 એપ્રિલ, ધોરાજી, બોટાદ, જેતપુર, જામનગર, ધ્રોલ યાર્ડ 1 એપ્રિલ સુધી બંધ રહેશે.આમ,નવા નાણાકીય વર્ષથી કામકાજ રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે.

જોકે,એક અઠવાડિયાની રજા બાદ યાર્ડ શરૂ થશે ત્યારે આવક અને વેપાર વધારે થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન સૌથી વધુ આવક ઘઉં, ધાણા, જીરું, મરચાં સહિતના મસાલામાં થશે. ઉલ્લેખનીય છે કે,રાજકોટનું શાકભાજી વિભાગ રાબેતા મુજબ ચાલુ રહેશે.તેવું સત્તાધીશો દ્વારા જણાવાયું છે.

 

 

Exit mobile version