Site icon Revoi.in

મંગળ ગ્રહ પર 100થી વધારે વિચિત્ર અવાજ કેદ, જાણો નાસાનો નવો ખુલાસો

Social Share

નાસાએ બુધવારે મંગળ ગ્રહ પર પોતાના ઈનસાઈટ લેન્ડર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિચિત્ર અવાજોને જાહેર કર્યા છે, તેને હવે સાંભળી શકાય છે. વૈજ્ઞાનિકો આ અવાજોનું અધ્યયન કરી રહ્યા છે.

નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર 100થી વધારે વિચિત્ર અવાજ કેદ કર્યા છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ મંગળ પર કંપનો મહેસૂસ કર્યા છે. નાસા તરફથી આના સંદર્ભે જાણકારી આપવા માટે જાહેર કરવામાં આવેલી વિજ્ઞપ્તિ પ્રમાણે, નાસાના ઈનસાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર આજ સુધી 100થી વધારે કંપનની ભાળ મેળવી છે, જેમાથી 21ને સ્ટ્રોંગ માનવામાં આવી રહ્યા છે.

હવે વૈજ્ઞાનિકો આ અવાજોનું અધ્યય કરી રહ્યા છે. વૈજ્ઞાનિક આ અવાજોનો અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે. નાસાએ જે ઈનસાઈટથી આ અવાજ પકડયા છે, તે એક-એક અતિ સંવેદનશીલ સીસ્મોમીટરથી સજ્જ હતા.જેને સીસ્મિક એક્સપેરિમેન્ટ ફોર ઈન્ટીરિયર સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ મશીનથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે થનારા કંપનો પણ માપી શકાય છે.

નાસા દ્વારા ઉપકરણને માર્સક્વેકને સાંભળવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. નાસાના વૈજ્ઞાનિકો પહેલીવાર મંગળ ગ્રહની ઘેરી આંતરીક સંરચનાનો ખુલાસો કરતા એ વાતનો અભ્યાસ કરવા માગે છે કે આ ભૂકંપના ભૂકંપીય તરંગો ગ્રહના આંતરીક ભાગમાંથી કેવી રીતે પસાર થાય છે?