Site icon Revoi.in

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

Social Share

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે.

વિસ્ફોટ બાદ સ્થળ પર તાત્કાલિક ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસની ટીમો પહોંચી ગઈ અને આગને નિયંત્રણમાં લીધી. એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, “મકાનનો ઉપયોગ ફટાકડાના ભંડાર અને રિટેલ વેચાણ માટે કરવામાં આવી રહ્યો હતો,” જે પ્રાથમિક રીતે નિયમોને ભંગ કરતું જણાઈ રહ્યું છે.

પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે અને વિસ્ફોટના સાચા કારણો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન તરફથી મૃતકોના પરિવારજનોને સહાય આપવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version