Site icon Revoi.in

આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા સુરતના માંડવીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 5 જવાનોનો બચાવ

Social Share

સુરતઃ જિલ્લાના માંડવીમાં આવેલા સઠવાવ ગ્રાઉન્ડમાં આર્મીના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ. શહેરમાં હેલિકોપ્ટરે લેન્ડિંગ કર્યું હોવાની જાણ થતાં જ લોકો ટોળાં હેલિકોપ્ટરને નિહાળવા માટે દોડી ગયા હતા. દરમિયાન પોલીસ પણ દોડી ગઈ હતી. આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. સલામતરીતે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરાતા પાઈલોટ સહિત આર્મીના 5 જવાનોનો બચાવ થયો હતો.

સુરતના માંડવી ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરના પાછળના ભાગના રોટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, હેલિકોપ્ટરમાં સવાર પાયલોટ સહિત 5 જવાનોનો આબાદ બચાવ થયો હતો. જો કે સાંજ પડી જતા હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામી દુર કરી શકાઈ નહતી.

સુરત જિલ્લાના માંડવી ખાતે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માંડવીના સઠવાવ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ હતી. તેને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીનું આ હેલિકોપ્ટર નાસિકના પુના ઇન્ડિયા સાઉથ સદન ખાતેથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર નાસિકથી જોધપુર જઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. નાસિકથી જોધપુર જતા સમયે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે પાયલોટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ માટે કન્ટ્રોલમાં મદદ માંગવામાં આવી હતી. ત્યારે સુરત ગ્રામ્યના માંડવી વિસ્તારમાં ત્રણ જેટલા હેલિપેડ આવ્યા હતા. માંડવી વિસ્તારમાં હેલિકોપ્ટર દ્વારા 10 જેટલા રાઉન્ડ લગાવ્યા બાદ સઠવાવ ખાતે આવેલા ગ્રાઉડ ખાતે સફળતાપૂર્વક હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું હતું. આર્મીના આ હેલિકોપ્ટરમાં એક પાયલોટ સાથે અન્ય 5 જવાનો સવાર હતા. સફળતાપૂર્વક થયેલા લેન્ડિંગને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઇમરજન્સી લેન્ડિંગ કરેલા હેલિકોપ્ટરની મદદ અર્થે અન્ય હેલિકોપ્ટર પણ ગ્રાઉન્ડ ખાતે ઉતારવામાં આવ્યું હતું. ત્યાર બાદ જરૂરી સૂચન બાદ આર્મીનું એક હેલિકોપ્ટર સ્થળ પરથી રવાના કરાયું હતું. આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળાઓ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. આ અંગે માંડવી પોલીસ સ્ટાફ પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરના પાછળના ભાગના રોટરમાં ખામી સર્જાય હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જો કે સાંજ પડી જતા હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામી ફરી કાર્યરત કરવામાં કલાકોનો સમય લાગે તેમ છે. એવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.