Site icon Revoi.in

તબીબીના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પણ આ વર્ષથી જ બોન્ડ હવે આપવા પડશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિવિધ મેડિકલ કોલેજો અને સસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકના અભ્યાસક્રમોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હવે બોન્ડ આપવા પડશે. અને તેનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23થી અમલવારી કરાશે

સૂત્રોના જણાવ્યા મુજબ  ઓલ ઇન્ડિયા ક્વોટામાં પણ બોન્ડ નીતિ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને તેની અમલવારી શૈક્ષણિક વર્ષ 2022-23થી લાગુ કરવા એક પરિપત્ર પણ બહાર પાડવા આવ્યો છે. સ્નાતક અને અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમમાં ઓલ ઇન્ડીયા ક્વોટામાં બોન્ડ નીતિ દાખલ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મેડિકલના વિદ્યાર્થીઓને  હવેથી ઓલ ઇન્ડિયા ક્વોટામાં પણ બોન્ડ નીતિ લાગુ પડશે. નિયત સમયગાળાની સેવા માટે વિદ્યાર્થીઓએ બોન્ડ આપવો પડશે અને  બોન્ડ નીતિનું પાલન કરવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તમામ મેડિકલ કોલેજો અને સંસ્થાઓને સુચના આપવામાં આવી છે કે,  રાજ્યમાં સ્નાતક અને અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2022-23 થી પ્રવેશ લેનારા ઓલ ઇન્ડીયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ, શૈક્ષણિક વર્ષ 2022-23થી ઓલ ઇન્ડીયા કવોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ નિયત સમયગાળાની સેવા માટે બોન્ડ આપવાનું રહેશે. તે મુજબની માહિતી Medical Counseling Committee(MCC)ની વેબસાઇટ પર દરેક સંસ્થાઓએ સમયમર્યાદામાં અપડેટ કરી અત્રે જાણ કરવાની રહેશે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, મેડિકલ કોલેજોમાં એમબીબીએસ કે એમ.એસ કે એમડી સહિત વિવિધ તબીબી વિદ્યાશાખાઓમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પણ નિયમ મુજબ ગામડાંની હોસ્પિટલોમાં ફરજ બજાવવી પડશે. અને જે વિદ્યાર્થી ગામડાંમાં ફરજ બજાવવા ન માગતા હોય તેમને સરકારી ધારાધારણ મુજબ બોન્ડ જમા કરાવવા પડશે.