Site icon Revoi.in

મહેબુબા મુફ્તિએ મંદિરની મુલાકાત લઈને શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધા બાદ શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો છે. મુસ્લિમ ધર્મ ગુરુઓએ મહેબુબા મુફતીના આ કાર્યને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. જ્યારે ભાજપાએ વિરોધ કરીને તેને રાજકીય ખેલ ગણાવ્યાં છે. આમ મહેબુબા મુફ્તિની હિન્દુ મંદિરની મુલાકાતને પગલે રાજકારણ ગરમાયું છે.

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ પૂંચમાં નવગ્રહ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. દેવબંદને મુસ્લિમ નેતાની મંદિરની મુલાકાત પસંદ નથી આવી. અસદ કાસમીએ તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મહેબૂબાએ જે કર્યું છે તે યોગ્ય નથી. તેમનું મંદિરમાં જવું અને શિવલિંગ પર જળ ચઢાવવું એ ઈસ્લામ ધર્મની માન્યતા વિરુદ્ધ છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પુંછ જિલ્લાના પ્રવાસે હતી. આ દરમિયાન તેમણે નવગ્રહ મંદિરમાં પૂજા અર્ચના કરી અને શિવલિંગ પર જલાભિષેક પણ કર્યો હતો. ભાજપને પણ તેમની મંદિરની મુલાકાત પસંદ નથી. ભાજપાએ તેને રાજકીય ખેલ ગણાવ્યો છે. જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રવક્તા રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું, “2008માં મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીએ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. કામચલાઉ ટ્રાન્સફરની મંજૂરી આપવામાં આવી ન હતી.” તેમણે કહ્યું, “તેમની મંદિરની મુલાકાત માત્ર એક રાજકીય ખેલ છે, જેનું કોઈ પરિણામ નહીં આવે. જો રાજકીય યુક્તિઓ પરિવર્તન લાવી શકતી હોત તો આજે જમ્મુ અને કાશ્મીર સમૃદ્ધિનો બગીચો હોત.”