Site icon Revoi.in

પુરુષોએ ચહેરાની રોનક વધારવા અપનાવવી જોઈએ આ ટીપ્સ

Social Share

પુરુષોની સ્કીન યુવતીઓ કરતા અલગ હોય છે. એવામાં યુવાનો પોતાની સ્કીનની સંભાળ માટે બજારમાં મળતી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ઉપસ્થિત કેમિકલ્સને કારણે ત્વચા નીખરવાની જગ્યાએ કાળી અને ડલ પડી જાય છે. પુરુષો ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ત્વચાને સાઈડ ઈફેક્ટથી દૂર રાખીને નિખરતી બનાવશે.

હળદર ત્વચાના રંગને સાફ રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં ત્વચા ઉપર હાજર બેક્ટેરિટાને પણ દૂર કરે છે. ગોરી ત્વચા માટે જેતુનના તેલને હળદર સાથે મીલાવી તેનો લેપ ચહેરા ઉપર લગાવવો જોઈએ. 20 મિનિટ બાદ ચહેરનાને ગરમ પાણીથી ધોઈ નાખવો જોઈએ.

દરેકના ધરમાં મહિલાઓ ત્વચાના નીખાર માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરતી જોવા મળે છે. પુરુષ પણ ચહેરાની નીખાર માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેની સાથે ગુલાબજળ અને ચંદન પાઉડલ સાથે મીલાવીને ચહેરા ઉપર લગાવવી જોઈએ. આ પેક સુકાઈ ગયા બાદ ચહેરના પાણીથી ધોઈ નાખવો જોઈએ.

પ્રદુષણના કારણે ત્વચા ખરાબ થઈ ગઈ હોય તો તેને યોગ્ય કરવા માટે એક પાકેલુ ટામેટુ અને એક ચમલી લીંબુ રસનો ઉપયોગ કરવો જોઈએ. ટામેટાનો રસ અને લીંબુનો રસ મીક્સ કરીને 20 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવવું જોઈએ. સતત 15 દિવસ સુધી આમ કરવાથી ચહેરાની રોનક વધશે.

ત્વચાને ગોરી બનાવવા માટે રોજ સાતે સૂતા પહેલા ચહેરા ઉપર કાચુ દૂધ લગાવવું જોઈએ. આમ કરવાથી ચહેરાને દૂધના પોષણ તત્વો મળે છે. જે તમારી સ્કીનને કોમળ બનાવવામાં મદદ કરશે.

કાચા બટાટામાં બ્લીચિંગના ગુણ ઉપલબ્ધ હોય છે જે ત્વચા ઉપરને ગોરી બનાવવામાં મદદ કરે છે. પુરુષ પોતાની સ્કીનને ગોરી બનાવવા માટે બટાટાને કાપીને તેને ચહેરા ઉપર ઘસવો જોઈએ. થોડીવાર બાદ ચહેરાને પાણીથી ધોઈ લેવો જોઈએ. કેટલાક દિવસો પણ ચહેરાની રોનકમાં વધારો જોવા મળશે.